કોબા સર્કલ બંધ કરીને કેપ્સ્યુલ યુ ટર્ન પેટર્નથી ટ્રાફિકનું સંચાલન થશે

કોબા સર્કલ બંધ કરીને કેપ્સ્યુલ યુ ટર્ન પેટર્નથી ટ્રાફિકનું સંચાલન થશે

અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે પોલીસે કેટલાંક સ્થળો પણ કેપ્સ્યુલ યુ ટર્ન પેટર્ન અમલમાં મુકી હતી. જેના કારણે ટ્રાફિક નિયમન સરળ બનવાની સાથે ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત થઇ હતી. ત્યારે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુખ્ય એવા કોબા સર્કલ પર બ્રીજની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા નિવારવા ગાંધીનગરમાં પણ કેપ્સ્યુલ યુ ટર્ન પેટર્નનો અમલ કરવામાં આવશે.

ગાંધીનગર પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદના અનેક મહત્વના જંક્શન પર કેપ્સ્યુલ યુ ટર્ન પેટર્નનો અમલ શરૂ થતા સારા પરિણામ મળ્યા હતા. ત્યારે કોબા સર્કલથી પ્રતિદિન આશરે એક લાખ જેટલા વાહનોની અવરજવર રહે છે અને કોબા સર્કલ પર બ્રીજની કામગીરી પૂર્ણ થતા ટ્રાફિકની નિયમિત બનશે. પરંતુ, હાલ બ્રીજની કામગીરીને કારણે સર્કલનો પર કેટલાંક રૂટથી આવતા વાહન વ્યવહારમાં બદલાવ કરાયો છે.

જેમાં અડાલજ થી કોબા થઇને અમદાવાદ જતા વાહનો ગાંધીનગર તરફ 200 મીટર વળીને કમલમ કટથી અમદાવાદ તરફ જશે. સાથે સાથે તપોવન સર્કલ કે રીંગ રોડ જવા માટે પણ ભાટ એપોલો સર્કલથી યુ ટર્ન લઇને તપોવન સર્કલ કે એસ પી રીંગ રોડ જઇ શકશે. જેથી ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થઇ શકશે અને વાહનો ટફિકમાં ફસાશે નહી. બ્રીજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...