કાગળો વેરિફાય કરનાર બ્રોકર કંપનીના કર્મચારી સામે ફરિયાદ

કાગળો વેરિફાય કરનાર બ્રોકર કંપનીના કર્મચારી સામે ફરિયાદ

વડોદરાની એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મૃતક વ્યક્તિનો વીમો ઉતારી લેવાનો બનાવ બનતા કંપનીએ ઇન્સ્યોરન્સ લેનાર એજન્સીના જવાબદાર કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઓપી રોડ પર રિલાયન્સ મોલ સામે આવેલી આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિઅલ ઇન્સ્યોરન્સ કંપનીના રિલેશનશિપ મેનેજર પ્રથમ પાંડેએ પોલીસને કહ્યું છે કે અગાઉ અમારી કંપની રેસકોર્સના લેન્ડમાર્ક બિલ્ડીંગ ખાતે હતી અમારે વર્ષ 2021મા રેસકોર્સ ટાવર નટુભાઈ સર્કલ પાસે આવેલી ડીટુસી ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રા.લિ. સાથે ઇન્સ્યોરન્સ બ્રોકર તરીકે પરસ્પર કામ કરવાનો કોન્ટ્રાક્ટ થયો હતો.

આ દરમિયાન એજન્સીના કોઈ કર્મચારીએ રાકેશ પ્રતાપભાઈ પટેલિયાના નામે 11-5-2023 ના રોજ અમારી કંપનીના નામે વીમો ઉતારવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા તમામ કાગળોની ચકાસણી કરી પૂર્તતા કરવામાં આવી હતી અને ત્યારબાદ વીમો ઉતારવામાં આવ્યો હતો.

મેનેજર કર્યું છે કે અમારી કંપની દ્વારા આ કાગળોની ચકાસણી કરવામાં આવી ત્યારે જે વ્યક્તિનો વીમો ઉતારવામાં આવ્યો હતો તે વ્યક્તિનું બે મહિના પહેલા એટલે કે તા 2-3-2023 ના રોજ મૃત્યુ થયું હોવાનું જણાય આવ્યું હતું. જેથી અમારી કંપની સાથે વિશ્વાસઘાત થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...