આવારાપન-ટુ ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

આવારાપન-ટુ ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

ઈમરાન હાશમીની ‘આવારાપન ટુ’ બોક્સ ઓફિસ ખાતે ભારે સફળ થતા નિર્માતા વિશેષ ભટ્ટે ‘જન્નત ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. આ ત્રીજો ભાગ સફળ જન્નત ફ્રેન્ચાઈસીમાં ઈમરાન હાશ્મીની અગાઉની ફિલ્મોને આગળ વધારશે જેની પટકથા હજી તૈયાર થઈ રહી છે. વિશેષ ભટ્ટે માહિતી આપી કે ‘આવારાપન ટુ’ પછી ‘જન્નત ૩’ તેનો આગામી પ્રોજેક્ટ રહેશે. તેમણે સ્ક્રિપ્ટ પર કામ ચાલુ હોવાનું જણાવ્યું છે,

જો કે તેને હજી ફાઈનલ નથી કરવામાં આવી. આ ફ્રેન્ચાઈસી ૨૦૦૮માં હાશ્મીના અર્જુન દીક્ષિત અને સોનલ ચૌહાનના ઝોયાના રોલ સાથે શરૂ થઈ હતી જેના પછી ૨૦૧૨માં ‘જન્નત ટુ’ રજૂ થઈ હતી.
નિર્માતાએ ‘આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ ફિલ્મ નહોતી બનાવી. શરૂઆતમાં વિતરકોએ તેમાં રસ દાખવ્યો હતો, જેના કારણે સર્જકોએ પોતાના નાણાનું રોકાણ કર્યું હતું. તેમણે ‘બટવારા ૧૯૪૭’ સાથે તેની સ્પર્ધાની વાતને ફગાવી દેતા કહ્યું કે બંને ફિલ્મો અલગ પ્રકારના દર્શકોને ટારગેટ કરે છે .
અને અલગ અલગ કન્ટેન્ટ બોક્સ ઓફિસ પર એક સાથે સફળ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...