એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહસ્ય ખુલ્યાં

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવારે (25મી જુલાઈ) પ્રકાશમાં આવી જ્યારે ઘરમાંથી […]

Continue Reading

‘લખપતિ દીદી’ યોજનામાં પણ ગુજરાત રાજ્ય પાછલી હરોળમાં, કેન્દ્રએ 267 કરોડ આપવાની માત્ર વાતો કરી

એકબાજું મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરવામાં આવે છે, ત્યારે તેઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતમાં તેમને પૂરતું પ્રોત્સાહન પણ આપવામાં નથી આવતું. અન્ય રાજ્યો કરતાં ગુજરાત આ મામલે પાછલી હરોળમાં રહ્યું છે. કેન્દ્રએ ગુજરાતને ‘લખપતિ દીદી યોજના’ અંતગર્ત 267 કરોડ આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ હજુ સુધી ફદિયુ પણ આપ્યું નથી. ગુજરાતમાં બેરોજગારીએ ફેણ માંડી […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ !!!

ગાંધીનગર શહેર નજીક આવેલા મહેદરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કોલસેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતીને પગલે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં મહિલા સહિત ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૧૧ લેપટોપ, પાંચ મોબાઈલ અને અન્ય ઉપકરણો મળીને ૨.૧૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. હાલમાં ગેરકાયદેસર […]

Continue Reading

ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની નવી સીઝન પહેલા એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની આશીર્વાદ લેવા નાથદ્વારા મંદિરની મુલાકાત લે છે

ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની નવી સીઝનના લોન્ચ પહેલા, સ્મૃતિ ઈરાની અને નિર્માતા એકતા કપૂરે રાજસ્થાનના ઉદયપુર નજીક પ્રખ્યાત નાથદ્વારા મંદિરની મુલાકાત લીધી. ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ એવા આ મંદિરની તેમની મુલાકાતને એક શુભ શરૂઆત અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, એમ કહેવું પડે કે ટીમ હવે […]

Continue Reading

અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું…

સરકારી અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક બને તે આશય સાથે ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અનાજનું એટીએમ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના થકી પાછલા ૧૦ માસમાં ૧૬ હજારથી વધુ લાભાર્થીએ ચાર લાખથી વધુ અન્ન મેળવ્યું છે. શહેરના કરચલિયા પરા, આગરિયાવાડ વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ) મુકવામાં આવ્યું છે. […]

Continue Reading

ખુદ સગા પિતાએ 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી

રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં નરાધમ ચોકીદારે તેની ૧૨ વર્ષની ફૂલ જેવી પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં છેલ્લા છ મહિનાથી તેના કુમળા શરીર સાથે અડપલા કરતો હતો. આખરે તેની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. તે સાથે જ ઘરેથી ભાગી ગયો હતો. ખુદ તેની પત્નીએ તેની […]

Continue Reading

રિક્ષામાં 2.020 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

માંકવા સીમમાંથી પસાર થતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવેના બ્રિજના છેડેથી રિક્ષામાં ૨.૦૨૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ખેડા એસઓજીએ ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે નાર્કો. હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી. ખેડા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઇ ફતાભાઇ પરમાર ઉં.વ.૪૨ […]

Continue Reading

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી…

આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે સરકારને પડું પડું બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણીની ચિંતા પેઠી છે. એવુ જાણવા મળ્યું છે કે, બ્રિજ અને સરકારી ઇમારતો-બાંધકામો પર મોનિટરીંગ કરવા માટે અલગ ઓથોરિટી નિમવા સરકારે વિચારણા હાથ ધરી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 100થી વધુ ક્ષત્રિગ્રસ્ત બ્રિજ પર વાહનોની […]

Continue Reading

4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ…

  ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે સોમવારે (28મી […]

Continue Reading

ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 48 લાખના મુદ્દામાલ…

રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે.ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી  દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનુ કામ ચાલુ છે.” તેવી બાતમી આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુખાન બરકતખાન કંડીયા રહે-તવાવ તા-જસુનપુરા જિ.જાલોર, રાજસ્થાન […]

Continue Reading