એવી ઘણી ટેવો છે કે જેને કારણે તમે ડિમેન્શિયાનો ભોગ બનો છો !!

આપણામાંના મોટા ભાગના લોકો જ્યાં સુધી આપણે વૃધ્ધ ન થઈએ ત્યાં સુધી ડિમેન્શિયા વિશે વિચારતા નથી. અત્યારે આપણી જે ટેવો છે તે કાં તો આપણા મગજનું રક્ષણ કરી શકે છે અથવા ધીરે ધીરે ડિમેન્શિયાનું જોખમ વધારી શકે છે. ડિમેન્શિયા રાતોરાત દેખાતી નથી. આ એક છૂપી પ્રક્રિયા છે જે સમય જતાં નિર્માણ પામે છે – અને […]

Continue Reading

300થી વધુ ફ્લાઈટ્સ ડીલે થતાં હજારો મુસાફરો અટવાયા : મોટી કંપનીઓ પર હેકિંગનો ખતરો

રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થયો હતો. એના કારણે અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. રશિયન સરકારના હેસ્તકની અન્ય કંપનીઓ પર પણ હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. રશિયાની સરકારી કંપની એરોફ્લોટ પર સાઈબર હુમલો થતાં ૧૦૦થી વધુ ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ ડીલે કરવી પડી હતી. આ […]

Continue Reading

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા […]

Continue Reading

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

સંસદના ચોમાસુ સત્રના શરુઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન(SIR)નો વિરોધ કર્યો. ત્યારે આજે (28 જુલાઈ) સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘પાકિસ્તાનની ધરતી […]

Continue Reading

ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા

 ચીનની રાજધાની બેઇજિંગમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ 80,000 લોકોને પોતાનાં ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી […]

Continue Reading

સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ..

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.સોમવારે સવારે ૧૧થી ૧૨ના એક કલાક દરમિયાન પૂર્વના ચકુડીયા, ઓઢવ,વિરાટનગર,નિકોલ સહીતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં બે ફુટ સુધીના વરસાદી પાણી ભરાયા હતા.સવારના છ થી રાતના ૮ કલાક સુધીમાં વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે ઈંચ વરસાદ પડયો હતો. સરેરાશ ૨૧.૮૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૨૬.૧૩ ઈંચ […]

Continue Reading

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી

રુપિયા પંદરહજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક પોલ સામે આવી છે.આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીની સુફીયાણી વાતો થાય છે. પરંતુ શહેરના સૌથી વધુ પોશ ગણાતા એવા સિંધુભવન રોડ અને એસ.જી.હાઈવે ઉપર એકપણ સી.સી.ટી.વી.કેમેરા જ નથી.પાલડી વિસ્તારમાં કોર્પોરેશનનુ કમાન્ડ કંટ્રોલ સેન્ટર આવેલુ છે.જયાં આ બે વિસ્તારના લોકેશન કે આ બંને રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણી […]

Continue Reading

પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ…

પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહેલો છે. પાનમ ડેમનું તા. ૨૮મી જુલાઈને સોમવારે સવારના ૬ કલાકે લેવલ ૪૧૨.૨૩ ફૂટ (૧૨૫.૬૫ મીટર) સુધી પહોંચ્યું છે. પાનમ જળાશયની પૂર્ણ સપાટી ૪૧૮ ફૂટ(૧૨૭.૪૧ મીટર) છે. જળાશયનો પાણીનો સંગ્રહ ૪૬૪.૩૩ એમસીએમ નોંધાયેલો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૮૦ ટકા […]

Continue Reading

તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત…

ખેડા જિલ્લામાં રવિવાર અને સોમવારે વરસેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં તબાહી મચાવી હતી. આ અવિરત વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે, ગતરોજ સોમવારે વરસાદનું જોર ઘટતા હળવો વરસાદ થતાં ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હતા અને વરસાદથી પ્રભાવિત થયેલું જિલ્લાનું જનજીવન રાબેતા મુજબ પાટે આવી રહ્યું હતું. નડિયાદમાં છેલ્લા […]

Continue Reading

મુંબઈના ગણેશોત્સવ મંડળોને ‘પાલિકાનો મોટો ફટકો એક ખાડાના દંડ પેટે બે હજારની જગ્યાએ ૧૫ હજાર રૂપિયા ચાર્જ લાગશે

ગણેશોત્સવ નજીક આવતાં, જાહેર મંડળોની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જોકે, આ વર્ષે મંડપ બનાવવાના કામમાં એક મોટો અવરોધ સામે આવ્યો છે, જે મુંબઈ મહાનગરપાલિકાના નવા ‘દંડ નિયમો’ છે. જો ગણેશ મંડળો રસ્તા પર ખાડો ખોદે છે, તો તેમને દરેક ખાડા માટે ૧૫ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. મંડળોએ આ નિર્ણયનો વિરોધ કર્યો […]

Continue Reading