રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ

ભરૂચ રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા મહિલાની 15 વર્ષની પુત્રી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે. મહિલાને સંતાનમાં એક પુત્ર તથા બે ટ્વીન્સ પુત્રીઓ છે. જે પૈકી સહુથી નાની પુત્રી સંગીતા (નામ બદલ્યું છે)માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર ચાલી રહી છે. ગઈકાલે સાંજે સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી સંગીતા ઘરેથી નીકળ્યા બાદ પરત આવી ન […]

Continue Reading

માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર

છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં આપઘાતના કેસમાં ચોંકવાનારી રીતે વધારો થઈ રહ્યો છે. એવામાં સુરતમાંથી ફરી એક આવા જ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ એ જ ઝેરી દવા ગટગટાવીને જીવ ટૂંકાવી દીધો છે. મળતી માહિતી મુજબ, સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. 34 […]

Continue Reading

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ?

અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં રોપા-વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.   વૃક્ષ ઘટવા પાછળ વિવિધ પ્રોજેક્ટ માટે […]

Continue Reading

અતિક્રમણ કરાયેલી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૧ પહેલાની જમીનોને માલિકી હકો મળશે, ૩૦ લાખ પરિવારોને ફાયદો થશે…

૩૧ ડિસેમ્બર, ૨૦૧૧ પહેલા રાજ્ય સરકારની જમીનો પર થયેલા અતિક્રમણને નિયમિત કરવા અને તે જ વ્યક્તિઓને માલિકી હકો આપવા માટે રાજ્યમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આનાથી ૩૦ લાખ પરિવારોને ફાયદો થશે, મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ બુધવારે જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે જો સામાજિક હેતુઓ માટે લીઝ પર આપવામાં આવેલી જમીનોના નિયમો […]

Continue Reading

9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ…

જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પીઓપી કે કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ તથા ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. વિસર્જિત કરી દેવા માટેની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી)માંથી બનાવવામાં […]

Continue Reading

જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ..

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ ૨૪.૨૨ ઈંચ વરસાદ પડી ગયો છે. જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૧.૮ ઈંચ, સૌથી ઓછો ઉમરેઠમાં ૧૪.૯૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મંગળવારે વરસાદનું જોર નહિવત જોવા મળ્યું હતું. હવામાન ખાતાની આણંદની કચેરીના તા. ૨૯મી જુલાઈના સવારના રિપોર્ટ મુજબ આણંદ […]

Continue Reading

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું…

ઉત્તર ભારતમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી ઘટનાઓમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક નેશનલ હાઇવે બંધ રાખવા પડયા હતા. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાને કારણે પૂરની […]

Continue Reading

પાણીજન્ય રોગના કેસમાં વધારો ૨૫, ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા….

જુલાઈ મહીનામાં અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.કોલેરાના ૨૬ દિવસમાં ૨૫ કેસ નોંધાયા છે.ઝાડા ઉલટીના ૭૦૩ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાતા પાણીમાંથી લેવામા આવેલા ૭૯ સેમ્પલ પીવાલાયક નહતા. ૭૫ સેમ્પલમા કલોરીન નીલ હતુ. પ્રદુષિત પાણી, ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ગંદકી જેવા કારણોને લઈ શહેરના વિવિધ વોર્ડમાં કોલેરાના કેસ વધી રહયા છે.૨૬ […]

Continue Reading

નદીમાં પાણી છોડાતા તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ…

ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઇ છે ગઇ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર ક્યુસેક  પાણી છોડવામાં આવતા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ ધોળકા અને દસ્ક્રોઇ ચાલુકાના ૨૬ જટેલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા […]

Continue Reading

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદના વમળમાં ફસાઈ છે. પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબેન આહિરે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મીરાબેન આહિરના જણાવ્યા અનુસાર, તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. આશરે 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હોવા છતાં, તેમના ભાઈનો કેસ નોંધવામાં આવ્યો ન હતો. […]

Continue Reading