અમેરિકામાં ભારે વરસાદ બાદ ભીષણ પૂર…

 અમેરિકામાં ગુરૂવારે પૂર્વ દરિયાકાંઠે પડેલા ભારે વરસાદને કારણે અનેક ફલાઇટો વિલંબિત રહી હતી  તથા ફિલાડેલ્ફિયા ક્ષેત્રથી ન્યૂયોર્ક શહેર સુધી વ્યસ્ત હાઇવે પર ઉંડા પાણીમાં ફસાયેલા વાહનચાલકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ન્યૂયોેર્કમાં સાંજનો વ્યસ્ત સમય આવતાની જ સાથે જ અચાનક આવેલા પૂરને કારણે મુખ્ય માર્ગો કેટલાક સમય માટે બંધ થઇ ગયા […]

Continue Reading

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વીએસએમ ૩૫ વર્ષની વિશિષ્ટ સેવા બાદ નિવૃત્ત…

મેજર જનરલ યોગેન્દ્ર સિંહ, વિશિષ્ટ સેવા મેડલ, એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ૩૫ વર્ષથી વધુની સફળ અને પ્રતિષ્ઠિત સેવા પૂર્ણ કર્યા બાદ ૩૧ જુલાઈ ૨૫ ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા. આ પદવી પ્રાપ્ત અધિકારી પાસે દેશના સમગ્ર ભાગમાં કાઉન્ટર ઇન્સર્જન્સી/કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન્સ, નિયંત્રણ રેખા, ઉચ્ચ ઊંચાઈવાળા વિસ્તારો, રણ અને નદીના પ્રદેશમાં સેવા આપવાનો […]

Continue Reading

આજથી બદલાશે આ 5 મોટા નિયમ, જાણો તમારા ખિસ્સાને પર શું થશે અસર

દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. આજથી ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે. […]

Continue Reading

હિટ એન્ડ રનના કેસમાં ફસાઈ અભિનેત્રી, વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી ધરપકડ

આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિન્ટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી 21 વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી. એ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. Assamese actress Nandini Kashyap arrested for killing a 21 year old male student in hit and run. CCTV confirmed that she […]

Continue Reading

3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર ટીમની ઇનિંગ્સ સંભાળીને […]

Continue Reading

રશિયાનો યુક્રેન પર 309 ડ્રોન અને મિસાઇલ સાથે હુમલો…

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત ૧૧ના મોત થયા છે અને ૧૨૪ને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે, એમ કીવ શહેરના  લશ્કરી વહીવટકર્તાએ જણાવ્યું હતું કે રશિયાના હુમલાના લીધે કીવમાં નવ માળના બિલ્ડિંગનો મોટા હિસ્સો તૂટી પડયો હતો. રશિયાના હુમલા […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત કરતાં પાકિસ્તાન પર ઓછું ટેરિફ લાદ્યું, 70 દેશની યાદી જાહેર…

એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદવાનો આદેશ જારી કર્યો. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા […]

Continue Reading

નેવીનું એફ-35 ફાઈટર જેટ કેલિફોર્નિયામાં તૂટી પડયું…

અમેરિકન નેવીનું પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડયું હતું. જોકે, પાયલટે સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવ્યો હતો. અમેરિકન નેવીના આ એરસ્ટેશન પર પાયલટોને નિયમિતરૂપે તાલિમ અપાય છે. નેવીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. અમેરિકન નેવીએ જણાવ્યું કે, તૂટી પડેલું એફ-૩૫ વિમાન નેવીની […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’

ઓપરેશન સિંદૂર પર સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને ગૃહોમાં સામાન્ય કામગીરી ચાલી રહી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ પર નિવેદન આપ્યું હતું. વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી […]

Continue Reading

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં ટોલની આવક વર્ષોથી નોંધપાત્ર રીતે વધી છે. તેમણે કહ્યું કે, દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ટોલ વસૂલાત ફક્ત ખર્ચ વસૂલાત માટે નથી, પરંતુ નિયમો મુજબ […]

Continue Reading