મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને મહિલાઓ વચ્ચે ઝઘડો

મુંબઈ લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલાએ બીજી મહિલાને મરાઠીમાં બોલવાનું કહ્યું. બીજી મહિલાએ વિરોધ કર્યો અને કહ્યું, “ક્યાં લખ્યું છે કે મરાઠી બોલવું ફરજિયાત છે? હું મરાઠી બોલું કે નહીં તે મારી પસંદગી છે.” આ વાતને લઈને બંને વચ્ચે દલીલ વધુ ઉગ્ર બની. […]

Continue Reading

નાગપુરમાં ૩૪ ફૂટ પહોળી ૪૪ ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી,

મહારાષ્ટ્રના નાગપુરમાં શાળાના બાળકોએ મહારાષ્ટ્રની કદાચ સૌથી મોટી રાખડી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. લલિતા પબ્લિક સ્કૂલના નાના બાળકોએ આ રાખડી બનાવી છે. આ વિશાળ રાખડી ઓપરેશન સિંદૂર તેમજ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખને સમર્પિત છે. આ રાખડી દ્વારા ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, ટેકનોલોજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રાખડી પર કર્નલ સોફિયા કુરેશી, વિંગ […]

Continue Reading

મેઘાશ્રય સર્વોત્તમ નાગરિક સન્માન 2025 કાર્યક્રમનું સમાપન – રાજ્યપાલે સંસ્થાના કાર્યની પ્રશંસા કરી

સમાજસેવામાં અગ્રણી ભૂમિકા ભજવતા મેઘાશ્રય સંસ્થાન દ્વારા આયોજિત સર્વોત્તમ નાગરિક સન્માન સમારોહ 2025 નો ભવ્ય કાર્યક્રમ આજે મુંબઈના વિલે પાર્લે સ્થિત સહારા સ્ટાર હોટેલના ઓડિટોરિયમમાં યોજાયો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. સમારોહમાં, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, મીડિયા, ફિલ્મ ઉદ્યોગ અને અન્ય સામાજિક કાર્યો […]

Continue Reading

બે સામાજિક કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે દેશને તેમના જેવા વડા પ્રધાનની જરૂર છે.

સામાજિક કાર્યકરો અનુરાગ જૈન અને સોનિયા ચંડોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પ્રશંસા કરી અને કહ્યું કે 2014 માં તેમણે વડા પ્રધાન પદ સંભાળ્યું ત્યારથી દેશની દિશા અને સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે 2014 પહેલા, જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી, ત્યારે વિકાસ કાર્યની ગતિ ખૂબ જ ધીમી હતી, પરંતુ ભાજપ સરકાર આવતાની સાથે […]

Continue Reading

મુંબઈમાં ચિકનગુનિયાના કેસમાં ૨૦૦ ટકાનો વધારો જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ સામે ૨૦૨૪મા ફક્ત ૪૬

મહારાષ્ટ્રમાં હાલમા ચિકનગુનિયાના કેસમા વધારો જોવા મળી રહ્યો છે, ગયા વર્ષે ૧,૧૮૯ કેસ સામે આ વર્ષે ૧,૫૧૨ કેસ નોંધાયા છે.મુંબઈમાં ચિકનગુનિયાના કેસમા ગયા વર્ષની સરખામણીએ હાલમા ૨૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે., ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ નોંધાયા છે, જે ૨૦૨૪ના સમાન સમયગાળામાં ફક્ત ૪૬ હતા પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર, મે […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર બેંગકોકથી આવેલ પ્રવાસી ૧૪.૫ કરોડના ગાંજા સાથે ઝડપાયો

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બેંગકોકથી આવેલ પ્રવાસી પાસેથી ૧૪.૫ કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે વહેલી સવારે આવી પહોંચેલા પ્રવાસીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. અધિકારીઓએ પ્રવાસીના સામાનની તલાશી લેતાં તેની ટ્રોલી બેગમાં કપડાંની નીચે છુપાવવામાં આવેલો […]

Continue Reading

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીની કો ર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ૫ હેલ

2025 : મૂળભૂત શિક્ષણ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલામાં મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી સાથે કરાર પત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ કરાર પત્ર ગઈકાલે મહાપાલિકા વડામથકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યા હતા. આ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલ શહેરમાં 947થી વધુ મહાપાલિકાની શાળામાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર (એફએલએન) કૌશલ્ય બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે, જે મુંબઈમાં વહેલા શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવાની મુખ્ય કટિબદ્ધતા છે. આ અવસરે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી, પૂર્વીય પરાંના એડિશનલ કમિશનર ડો. અમિત સૈની, શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. પ્રાચી જાંભેકર, અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલ, અદાણી ઈલેક્ટ્રિસિટીના સીઈઓ રમેશ શર્મા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના શણય શાહ, કૈલાશ શિંદે, અદાણી ફાઉન્ડેશનના જતિન ઉપાધ્યાય, સુબોધ સિંહ સહિતના અન્ય મહેમાનો હાજર હતા. 2021થી પ્રોજેક્ટ ઉત્થાન શિક્ષણ પર એકાગ્રતા સાથે મહાપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સફળતાથી ચલાવવામાં આવી રહ્યો છે. તેણે મલાડ, દહિસર, બોરીવરી, ચેમ્બુર અને કુર્લમાં 83 મહાપાલિકાની શાળાઓમાં મૂળભૂત શિક્ષણમાં પરિવર્તન લાવવામાં મોટી છલાંગ લગાવી છે, જેનાથી પ્રત્યક્ષ રીતે 25,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ પહેલે ભણતરનાં પરિણામો, વિદ્યાર્થી સહભાગ અને વધુ આનંદિત, સમાવેશક ક્લાસરૂમ નિર્માણ કરવામાં માપક્ષમ સુધારણા દર્શાવી છે. આ પહેલ કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન સાથે સુમેળ સાધે છે અને રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020ના મુખ્ય સિદ્ધાંતો આલેખિત કરે છે. શૈક્ષણિક મેટ્રિક્સની પાર પ્રોજેક્ટ ઉત્થાનનું લક્ષ્ય મજબૂત મૂળભૂત શિક્ષણ વાતાવરણ નિર્માણ કરીને મુંબઈની જાહેર શૈક્ષણિક પ્રણાલીમાં સૈદ્ધાંતિક રીતે પરિવર્તન લાવવાનું છે. આ પહેલ વ્યૂહાત્મક રીતે નેશનલ અચિવમેન્ટ સર્વે (એનએએસ) 2027 28માં શહેરની કામગીરી સુધારણાના લક્ષ્ય સાથે સુમેળ સાધે છે, જે કોઈ પણ બાળખ મહત્ત્વપૂર્ણ સાક્ષરતા અને અંકશાસ્ત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પાછળ […]

Continue Reading

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી

એક તરફ, ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો દરજ્જો મેળવ્યો છે. ત્યારે બીજી તરફ આ જ વિકસીત ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. ખૂદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ […]

Continue Reading

‘Go Back To India…’, હવે આયરલેન્ડમાં 6 વર્ષની બાળકી પર હુમલો, માતાએ સંભળાવી આપવીતી

ભારતીય મૂળની 6 વર્ષની એક બાળકી પર આયર્લેન્ડના વોટરફોર્ડ શહેરમાં વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે (4 ઓગસ્ટ) સાંજે ઘરની બહાર રમતા સમયે અમુક છોકરાઓએ તેને ઘેરીને ‘ગો બેક ટુ ઇન્ડિયા’ કહીને ઢોર માર માર્યો. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર સાઇકલ મારી અને તેના ચહેરા પર પણ […]

Continue Reading

ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ

ઘાનામાં બુધવાર સાંજે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું મોત થયું. આ માહિતી ઘાનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી. જણાવાયું છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરના પાયલટ ટીમના ત્રણ લોકો અને પાંચ મુસાફર સવાર હતા. સંરક્ષણ મંત્રીને લઈ […]

Continue Reading