સેબીએ બોટ આઈપીઓને મંજૂરી આપી : કંપની 2,000 કરોડનો ઈશ્યૂ લાવી શકે છે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્પીકર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું ઉત્પાદન કરતી કંપની બોટના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને મંજૂરી આપી છે. બોટની પેરેન્ટ કંપની ઈમેજીન માર્કેટિંગ લિમિટેડે એપ્રિલ 2025 માં IPO માટે ગુપ્ત રીતે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું હતું. બોટ ઉપરાંત, સેબીએ અર્બન કંપની, જ્યુનિપર ગ્રીન એનર્જી સહિત […]

Continue Reading

GST કાઉન્સીલની બેઠક શરૂ : રોજીંદા વપરાશની 250 થી વધુ વસ્તુઓ સસ્તી થશે

જીએસટી પરિષદની આજથી શરૂ થનારી બે દિવસીય બેઠકમાં ચારના બદલે બે સ્લેબના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. આ સાથે ખાવા પીવા અને દૈનિક જીવનની 250 થી વધુ વસ્તુઓને 12 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લાવવાની તૈયારી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતાવાળી અને બધા રાજયોનાં પ્રતિનિધિત્વવાળી આ પરિષદ કેન્દ્રનાં `નેકસ્ટ જનરેશન’ના જીએસટી પ્રસ્તાવ પર ચર્ચા […]

Continue Reading

5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ, ચીને નવા હથિયાર રજૂ કર્યા

ચીને બુધવારે (3 સપ્ટેમ્બર) બેઇજિંગમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂરા થવા પર છે. આ વિક્ટ્રી-ડે મિલિટ્રી પરેડમાં ચીને પોતાની નવી સૈન્ય ટેક્નિક અને આધુનિક હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. પરેડ દરમિયાન મોટા સૈન્ય વિમાનોએ પહેલીવાર સત્તાવાર રીતે ચીની સેનામાં ડેબ્યૂ કર્યું છે. […]

Continue Reading

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ

ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. જો પાકિસ્તાનમાં પૂરનું કારણ ભારત છે, તો આપણે વિચારવું જોઈએ કે ભારતના પંજાબમાં પૂર કેમ આવે છે? પંજાબની નદીઓ, સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે, આ નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં […]

Continue Reading

પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે. એવામાં હવે ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને નિશાન બનાવીને પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોના મોતના અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.   આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ […]

Continue Reading

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ કોર્ટે તેમના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને વહીવટીતંત્ર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે. અમેરિકન કોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે ગયા […]

Continue Reading

ધુળેમા પોલીસનું વાહન પલટી જતાં એક પોલીસ અધિકારીનું મોત, બે ઘાયલ

ધુળે જિલ્લામાં પોલીસ વાહન અકસ્માત થયો, જેમાં એક પોલીસ અધિકારીનું મોત થયું. શિરપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૨ પર દહીવાડ ગામ પાસે હાઇવે ટ્રાફિક બ્રાન્ચ શિરપુરના બોલેરો વાહન નંબર MH18 BX 0232નું પાછળનું ટાયર ફાટ્યું. આ અકસ્માતમાં ત્રણ પોલીસ અધિકારીઓ, નવલ વસાવે , પ્રકાશ જાધવ , અનિલ પારધી ઘાયલ થયા હતા, જેના […]

Continue Reading

મુંબઈમાં ભારતનું સૌથી ઊંડું ભુગર્ભ રેલ્વે સ્ટેશન, ટ્રેન પકડવા માટે જમીનથી ૧૦૦ ફૂટ નીચે ઉતરવું પડશે

ભારતીય રેલ્વે દિવસેને દિવસે નવો ઇતિહાસ રચી રહી છે. તાજેતરમાં, ભારતીય રેલ્વે દ્વારા વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ બનાવવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં બુલેટ ટ્રેન પણ દોડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રૂટ પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભારતનું સૌથી ઊંડું […]

Continue Reading

સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે પ્રથમ તાલીમ સ્ક્વોડ્રનનું આગમન આ મુલાકાત SW IOR માં લાંબા અંતરની તાલીમ તૈનાતીનો એક ભાગ છે

યુવા મનને તાલીમ આપતી વખતે, ભારતીય નૌકાદળના INS Tir, INS શાર્દુલ અને CGS સારથી નામના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન (1TS) ના જહાજો 01 સપ્ટેમ્બર 2025 ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે પહોંચ્યા. 1TS હાલમાં દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરની તાલીમ તૈનાતી પર છે. બંદર પર આગમનને સેશેલ્સ સંરક્ષણ દળ (SDF) બેન્ડ દ્વારા ઔપચારિક સ્વાગત […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, […]

Continue Reading