મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગવાથી એકનું મોત, ચાર લોકો ગંભીર ઘાયલ

મુંબઈમા ગણેશ વિસર્જનના ઉત્સાહ વચ્ચે સાકીનાકા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જન યાત્રા ખૈરાણી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રોલી હાઈ ટેન્શન વાયરથી અથડાઈ ગઈ. એક યુવકનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી. એસજે સ્ટુડિયોની […]

Continue Reading

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા

અમદાવાદ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમં રેકોર્ડ તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર જોવા મળ્યા હતા. અમદાવાદ ખાતે આજે સોનું રૂા. ૧,૧૦,૦૦૦ ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૫૪૨થી ૩૫૪૩ ડોલરવાળા આજે ઉંચામાં ભાવ ૩૫૬૧થી ૩૫૬૨ થઈ ૩૫૪૯થી ૩૫૫૦ ડોલર રહ્યા હતા. […]

Continue Reading

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા

 રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. […]

Continue Reading

લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ…

દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગયો હતો. પીડિત ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી […]

Continue Reading

ઈમરજન્સી સેવા 108ના 18 વર્ષ પૂરાં, ગુજરાતમાં 1.79 કરોડ ઈમરજન્સી કેસ, 8.80 લાખ હૃદય સંબંધિત

ગુજરાતમાં વર્ષ 2007માં શરૂ થયેલી 108 ઈમરજન્સી સેવાને હવે 18 વર્ષ પૂરા થયા છે, શરૂઆતમાં નહિવત એમ્બ્યુલન્સ હતી જેમાં ક્રમશઃ વધારો થયો છે . દોઢ દાયકામાં ઈમરજન્સી કોલ્સનું તારણ એ નીકળ્યું છે કે, કુલ 179.30 લાખ ઈમરજન્સી કેસો નોંધાયા છે. જેમાંથી માત્ર પ્રસૂતાને અચાનક પીડા ઉપડી હોય તેવા કેસો 59 ટકા છે. બાકી 67 ટકા […]

Continue Reading

રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ 3 કલાક માટે રાજ્યના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1 વાગ્યા […]

Continue Reading

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે ગુજરાત સમાચારના પત્રકાર કુનેશ એન દવે

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પ્રમુખ પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પોલિટિકલ રિપોર્ટર કુનેશ એન દવે, સેક્રેટરી પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પત્રકાર ધીરજ લ.રાઠોડ (ચૂંટણીના વિજેતા), ઉપપ્રમુખ પદે “જન્મભૂમિ”ના સંજય શાહ, ખજાનચી પદે “જન્મભૂમિ”ના જીતેશ વોરા તેમજ સમિતિ સભ્યો તરીકે “ગુજરાત સમાચાર”ના ધર્મેન્દ્ર ભટ્ટ, “મુંબઈ […]

Continue Reading

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ પુણે હચમચી ગયું; કુખ્યાત આરોપીના પુત્રની હત્યા

બધાની નજર હવે શનિવાર (6 સપ્ટેમ્બર) ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન પર હતી. વિસર્જન શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. વિસર્જન શોભાયાત્રા પુણેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ શોભાયાત્રામાં મોટી ભીડ હાજરી આપતી હોવાથી, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં કડક સુરક્ષા […]

Continue Reading

અજિત પવારનો મહિલા IPS અંજના કૃષ્ણાને ઠપકો આપતો વીડિયો વાયરલ, મામલો ગરમાયો

.મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ગેરકાયદેસર માટી ખાણકામ સામે કાર્યવાહી રોકવાના આદેશ અને મહિલા IPS અધિકારીને ‘ઠપકો’ આપવાનો વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે સ્પષ્ટતા કરી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા માંગતા ન હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટના અંગે NCP વડા ટીકાના ઘેરામાં આવ્યા […]

Continue Reading

પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા રૂ. 84.20 કરોડનો દંડ વસૂલ્યો

પશ્ચિમ રેલ્વે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને રજા વિશેષ ટ્રેનોમાં ટિકિટ વિનાની/અનિયમિત મુસાફરીને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેથી તમામ કાયદેસર મુસાફરોને સરળ, આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ મળી શકે. પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ વાણિજ્યિક અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમો દ્વારા એપ્રિલથી ઓગસ્ટ, 2025 દરમિયાન વિવિધ […]

Continue Reading