બાઈક, મોબાઈલની ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા

લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે ૭ મોબાઈલ તથા ૧ બાઈક મળીને કુલ ૬૨,૫૦૦નો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. લીંબડી બ્રિજ પાસે ત્રણ શખ્સો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ તથા બાઈક લઈને ઉભા છે. તેવી ચોક્કસ […]

Continue Reading

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ…

ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને […]

Continue Reading

નેશનલ હાઇ-વેના અંધેર તંત્ર સામે રોષ દર્શાવવા આજે ચક્કાજામ કરાશે

રાજકોટથી ગોંડલ જનાર રસ્તામાં નેશનલ હાઇ-વેના ભંગાર રસ્તાની સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા આજે અનેક વાહન ચાલકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. રાજકોટથી ગોંડલ વચ્ચે કોરાટ ચોકથી શાપર નજીક આજે એક કલાક સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઇ જતાં રવિવારે દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અડધે રસ્તે કલાકો સુધી ફસાઇ ગઇ હતી. આ વિસ્તારની કાયમી ટ્રાફિક […]

Continue Reading

વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા…

ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. […]

Continue Reading

જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર…

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં ઝડપ આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ વિસ્તારમાં વાવેતર થવા સાથે જિલ્લામાં ૪૮ ટકાએ પહોંચ્યુ છે. ખેડૂતોએ કપાસનું ૧૬,૨૩૫, મગફળીનું ૧૨,૨૩૪, ડાંગરનું ૩,૩૯૯ ઉપરાંત દિવેલાનું ૧,૧૦૬ હેક્ટરમાં વાવેતર કર્યું છે. તેમાં દહેગામમાં ૫૭.૨૨ ટકા, માણસામાં ૫૭ ટકા, ગાંધીનગરમાં ૫૪ ટકા અને કલોલ તાલુકામાં ૧૭ ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે. […]

Continue Reading

યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો !!!

જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા શોભનાબેન હસમુખભાઈ પીઠડીયા કે જેઓએ પોતાના ઘરના બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે દિવ્યરાજસિંહ ઝાલા અને તેના અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિવ્યરાજસિંહના માતા સાથે ફરિયાદી શોભનાબેનને આજથી આઠ […]

Continue Reading

શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને બપોર દરમિયાન આકરો તાપ પડી રહ્યો હતો. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ આખરે આજે જામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું, અને વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળાઓ ખડકાઈ ગયા હતા. ત્યારબાદ સવારે 10.00 વાગ્યાથી ઝરમર ઝરમર ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અને હજુ પણ […]

Continue Reading

છ મહીના પહેલા જ બનાવાયેલ સિમેન્ટ રોડના ખાડા પુરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાતા સિમેન્ટના રોડ અવારનવાર વિવાદમાં આવ્યા છે. સિમેન્ટનો એકપણ રોડ નહીં તુટે એવા દાવા કરાયા હતા. નવાવાડજ વોર્ડમાં છ મહીના પહેલા જ જોઈતારામ પટેલ હોલથી રાણીપ બલોલનગર તરફ તથા રાણીપ પોલીસ સ્ટેશન પાસે મગનપુરા નજીક બનાવેલ સિમેન્ટના રોડ ઉપરની સરફેસ ઘસાઈ જતા રોડ ઉપર ખાડા પડયા હતા.આ ખાડા કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાકોન […]

Continue Reading

ખેતરની ઓરડમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઇ

બાવળાના નાનોદરા ગામની સીમમાં ખેતરની ઓરડમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઇ છે. કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે છ શકુનીને ઝડપી સ્થળ પરથી રૂ.૧૦,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાવળા તાલુકાના નાનોદરા ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન કાંતીભઆઇ […]

Continue Reading

સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ

સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે. પોલીસે રોકડ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ. ૧.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ ન્યુએરા હાઇસ્કુલથી આગળ આવેલી પતંજલી સ્ટોર સામેથી એક રિક્ષામાં ફરિયાદી બેઠા હતા. દરમ્યાન નળ સરોવર ત્રણ રસ્તા સુધીમાં રિક્ષામાં પાછળ સવાર ત્રણ અજાણ્યા […]

Continue Reading