’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

સંસદના ચોમાસુ સત્રના શરુઆતના પાંચ દિવસ ખૂબ હોબાળો રહ્યો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લઈને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન(SIR)નો વિરોધ કર્યો. ત્યારે આજે (28 જુલાઈ) સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રાખ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘પાકિસ્તાનની ધરતી […]

Continue Reading

બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી…

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, આ પ્રક્રિયાને અટકાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જોકે સુપ્રીમે આ માગણી ફગાવી હતી પરંતુ ચૂંટણી પંચને એવી સલાહ આપી હતી કે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન મતદારોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ ધ્યાનમાં લેવામાં આવે. બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ […]

Continue Reading

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રીલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર હાશિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ ત્રણ આતંકીઓમાં મુસાનો પણ સમાવેશ થાય છે […]

Continue Reading

સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ..

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.સોમવારે સવારે ૧૧થી ૧૨ના એક કલાક દરમિયાન પૂર્વના ચકુડીયા, ઓઢવ,વિરાટનગર,નિકોલ સહીતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં બે ફુટ સુધીના વરસાદી પાણી ભરાયા હતા.સવારના છ થી રાતના ૮ કલાક સુધીમાં વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે ઈંચ વરસાદ પડયો હતો. સરેરાશ ૨૧.૮૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૨૬.૧૩ ઈંચ […]

Continue Reading

A.I. ટેકનોલોજીની સુફીયાણી વાત છતાં સિંધુભવન,એસ.જી.હાઈવે ઉપર એકપણ CCTV કેમેરા જ નથી

રુપિયા પંદરહજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક પોલ સામે આવી છે.આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીની સુફીયાણી વાતો થાય છે. પરંતુ શહેરના સૌથી વધુ પોશ ગણાતા એવા સિંધુભવન રોડ અને એસ.જી.હાઈવે ઉપર એકપણ સી.સી.ટી.વી.કેમેરા જ નથી.પાલડી વિસ્તારમાં કોર્પોરેશનનુ કમાન્ડ કંટ્રોલ સેન્ટર આવેલુ છે.જયાં આ બે વિસ્તારના લોકેશન કે આ બંને રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણી […]

Continue Reading

મહાયુતિના મંત્રીઓના વર્તન અંગે રાજ્યપાલને ફરિયાદ, મુખ્યમંત્રી ફડણવીસે સ્વીકાર્યું

ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓ અંગે રાજ્યપાલને ફરિયાદ કરી છે. ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યના પાંચ મંત્રીઓનું વર્તન બેજવાબદાર છે, જે વિધાનસભાની પવિત્રતાને ઠેસ પહોંચાડી રહ્યું છે. ઠાકરેની શિવસેનાએ રાજ્યપાલ પાસેથી આવા બેજવાબદાર મંત્રીઓના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. ઠાકરેની શિવસેનાના નેતાઓએ મહાયુતિ સરકારમાં વિવાદાસ્પદ મંત્રીઓમા યોગેશ કદમ, માણિકરાવ કોકાટે, સંજય શિરસાટ, […]

Continue Reading

પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

વસઈમાં સાવકા પુત્રએ ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. કાનૂની કાર્યવાહીથી પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ સાફ કરી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના વસઈના ગોખિવરેમાં […]

Continue Reading

પુણેના કપલનો વાયરલ વીડિયો | પુણે્મા બાઇક પર જીવલેણ રોમાંસ કરતુ કપલ..

પુણેના એક કપલનો ચાલતી બાઈક પર રોમાંન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પુણેના શિંદેવાડી વિસ્તારના ખેડ શિવપુર વિસ્તારમાં રસ્તાનો છે. એક યુવક ઝડપથી બાઈક ચલાવી રહ્યો છે અને યુવતી ચાલતી બાઇક પર પેટ્રોલ ટાંકી પર વિરુદ્ધ દિશામાં બેઠી હતી. નજીકના નાગરિકોએ તેમના મોબાઇલ ફોનમાં ઘણા વીડિયો રેકોર્ડ કર્યા. આ કપલ એકબીજામાં […]

Continue Reading

ડેપ્યુટી રજિસ્ટ્રારની પત્નીએ ઘરે આત્મહત્યા કરી…

મુંબઈના કાંદિવલીના આકુર્લી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મ્હાડાના ડેપ્યુટી રજિસ્ટ્રાર બાપુ કાત્રેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૪૪ વર્ષીય રેણુ કાત્રેએ પોતાના ઘરે ફાંસી લગાવીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, અને પરિવારનો આરોપ છે કે આ ઘટના પતિ-પત્ની વચ્ચે પૈસાને લઈને ચાલી […]

Continue Reading

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને પાંચ હજારથી વધુ બોડી કેમેરા પુરા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભારતની બાંગ્લાદેશ સરહદ પર જે જવાનો તૈનાત છે તેમને આ કેમેરા આપવામાં આવશે. ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા તેમજ જવાનો પર હુમલાની ઘટનાઓને રેકોર્ડ કરવા આ કેમેરા અપાયા છે. અધિકારીઓએ પીટીઆઇને જણાવ્યું હતું કે ૪૦૯૬ કિમી ફ્રન્ટ પર […]

Continue Reading