મુંબઈના આઝાદ મેદાનમાં જરાંગેના વિરોધ પ્રદર્શનને શરતી મંજૂરી, સરકારમાં ખળભળાટ

મનોજ જરાંગેનું ભગવા તોફાન મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની શરતી પરવાનગી મળી છે. મુંબઈ પોલીસે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એક દિવસ માટે ફક્ત 5,000 વિરોધીઓ અને 5 વાહનોને મંજૂરી આપી છે. ઉપરાંત, પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં અને રસોઈ બનાવવા કે કચરો ફેંકવા […]

Continue Reading

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ…

દેશભરમાં ગણેશોત્સવની પૂરજોશમાં શરૂઆત થઈ છે. ગણેશોત્સવ બજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સર્વે મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપાર થવાનો અંદાજ છે. આ વર્ષે વેપારીઓએ વિદેશી ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. અને ગ્રાહકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે

અમેરિકાએ ટેક્સટાઈલના પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર વધારાની 50 ટકાની ઇમ્પોર્ટ ડયૂટી લાદી દઈને ભારતના ટેક્સટાઈલ સેક્ટરના નિકાસની અંદાજે 11 અબજ ડોલરના ધંધાને તોડી નાખવાની કવાયત ચાલુ કરી તે પછી ભારત સરકાર ટેક્સટાઈલનો સપ્લાય બ્રિટન, જાપાન અને સાઉથ કોરિયામાં વધે અને ભારતના નિકાસકારોનો બિઝનેસ ટકી રહે તે માટેના પ્રયાસો ચાલુ કરી […]

Continue Reading

ભારત પીછેહઠ નહીં કરે તો કોઈ રાહત નહીં મળે…’ ટ્રમ્પના સલાહકારની ભારતને વણમાગી સલાહ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે.  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરાયેલા માલ પર 50% ટેરિફ લાદી દીધો છે. આ દરમિયાન યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે જો ભારત અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર નહીં ખોલે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ […]

Continue Reading

વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા

અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે, ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વિઝાની મુદત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે (27 ઓગસ્ટ, 2025) જાહેર થયેલા નવા નિયમ મુજબ, આ લોકોને હવે યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા માટે અરજી કરવી પડશે. જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન […]

Continue Reading

ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખીને બધું જ ગુમાવી દીધું : અમેરિકન મીડિયાનો દાવો

અમેરિકાએ ભારતમાં લાગુ કરેલા ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું મહત્ત્વનું વ્યાપારિક ભાગીદાર છે. આમ છતાં ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે. વિશ્વભરના મીડિયામાં તેની ચર્ચા છે. અમેરિકન ચેનલોએ પણ આ સમાચારને અગ્રતા આપી […]

Continue Reading

કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું […]

Continue Reading

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ

ઠાસરાના ઢુણાદરા ગામમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે માટી ચોરી થઈ રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન અને સ્મશાનને જોખમ ઉભું થવા સાથે ત્રણ સમાજના લોકોની લાગણી દૂભાઈ છે. ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે […]

Continue Reading

ઇડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી, મામલતદારની હાજર થવા નોટિસ..

ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઇડરના ધારાસભ્ય રમણ વોરા બરોબરના ભરાયાં છે. ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ મત વિસ્તાર ઇડર નજીક દાવડ ગામમાં ખેતીની જમીનો ખરીદી હતી. ઇડર મામલતદારે આ મામલે તપાસ હાથ ધરી ધારાસભ્ય વોરાને નોટિસ ફટકારી છે. એટલુ જ નહીં, તા.1 સપ્ટેમ્બરે ઇડર મામલતદાર કચેરીમાં પુરાવા સાથે […]

Continue Reading

કોમનવેલ્થ-2030 માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી…

કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં […]

Continue Reading