બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા…

 બિહારના ભાગલપુરમાં રવિવારે (ત્રીજી ઓગસ્ટ) રાત્રે શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓની  પીકઅપ વાન નદીમાં ખાબકી હતી. જેમાં પાંચ યાત્રાળુઓના મોત નીપજ્યાં હતા.  જ્યારે ત્રણ યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં શાહકુંડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અહેવાલો અનુસાર, […]

Continue Reading

તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ…

વિસાવદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો કાર્ડધારકોને આપવામાં આવ્યો ન હોવાના ધારાસભ્યના આક્ષેપ બાદ પુરવઠા તંત્રની ટીમે તપાસ કરી હતી. જેમાં મોટી પીંડાખાઈના સસ્તા અનાજના વેપારી પાસે કાંકચીયાળા અને માંગનાથ પીપળીના વેપારીનો ચાર્જ હતો. આ ત્રણેય દુકાનમાં સસ્તા અનાજનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું હતું. આથી આ ત્રણેય દુકાનના લાયસન્સ હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુરવઠા […]

Continue Reading

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા

અમરેલી જિલ્લામાં વિવાદિત લેટરકાંડ બાદ ભાજપમાં જૂથવાદ વારંવાર સામે આવે છે ત્યારે હવે ધારી, બગસરા, ખાંભા મતક્ષેત્રના ભાજપનાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં થયેલા સિંહો-સિંહબાળના મોત મામલે વન વિભાગની કાર્યરીતિ સામે સવાલો ઉઠાવીને આક્રોશ ઠાલવતા આશ્ચર્ય સર્જાયું છે. ‘વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત’, એવું કહીને તેમણે વન્યપ્રાણીનાં હુમલામાં […]

Continue Reading

4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું…

ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, રવિવારે  (ત્રીજી ઓગસ્ટ) 4 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. સવારના 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના Nowcast મુજબ,  રવિવારે (ત્રીજી ઓગસ્ટ) મહેસાણા, સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર […]

Continue Reading

ખેડૂતો કહે છે, ખાતર મળતું નથી : કૃષિ વિભાગ કહે છે, ખાતરનો પૂરતો સ્ટોક છે : સાચું કોણ?

ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચ વર્તાઇ રહી છે  પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. ઠેર ઠેર ખાતર માટે લાઇનો લાગી છે. ખાતર ન મળતાં હવે કિસાન સંઘ મેદાને પડ્યું છે. કિસાન સંઘે ચિમકી ઉચ્ચારી છેકે, ખાતરનું બેફામપણ કાળાબજાર થઇ રહ્યાં છે.  જો ખાતરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે.  છેલ્લાં કેટલાંય દિવસોથી ખાતર માટે […]

Continue Reading

જાન્યુઆરી 2020થી જુલાઈ 2025ના સાડા પાંચ વર્ષોમાં 7,244 ગેરકાયદે વસાહતી ભારતીયોને અમેરિકામાંથી હાંકી કઢાયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પર આવ્યા પછી ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી શરૂ કરી હતી. ભારત વિરોધી વલણ અપનાવતા ટ્રમ્પે એટલા ગેરકાયદે ભારતીય વસાહતીઓની અપમાનીત કરીને અમેરિકામાંથી હકાલપટ્ટી કરી છે જેટલી પૂર્વ પ્રમુખ જો બાઈડેને ચાર વર્ષમાં નહોતી કરી. એક અહેવાલ મુજબ ટ્રમ્પે ૧૭૦૦થી વધુ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂક્યા છે. અમેરિકન પ્રમુખ […]

Continue Reading

IND vs ENG : જાડેજાની વધુ એક કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઇતિહાસ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ માટે દરેક મેચમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટની બીજી ઈંનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) શાનદાર બેટિંગ કરીને બીજી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ […]

Continue Reading

કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો…

ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી એલસીબી પોલીસે કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાલક કાર મુકીને નાસી છટતા પોલીસે દારૃ, કાર સહિતનો ૯.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ-કચ્છ હાઈવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી દારૃ ભરેલ કાર પસાર […]

Continue Reading

ટ્રમ્પ સમર્થક 10 અબજપતિઓ પસ્તાયા, એક જ દિવસમાં 50 અબજ ડોલરનો જોરદાર ફટકો

ટ્રમ્પે તેના વિરોધીઓ, અન્ય દેશો, અમેરિકન ઇકોનોમીને તો ફટકો માર્યો જ છે, પરંતુ તેણે તેના અબજપતિ મિત્રોને પણ બક્ષ્યા નથી. ટ્રમ્પના સમર્થક એવા અબજપતિઆને હવે તેને સમર્થન આપવા બદલ પેટ ભરીને પસ્તાવવાનો વખત આવ્યો છે. તેમા પણ ટ્રમ્પના સમર્થનમાં સૌથી વધુ કૂદી-કૂદીને બોલેલા ટેસ્લાના માલિક મસ્કની સંપત્તિમાં ચાલુ વર્ષે 80 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું […]

Continue Reading

તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજસ્વી પર બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ […]

Continue Reading