લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ

દિલ્હી પોલીસે 15મી ઓગસ્ટ પહેલા લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચ બાંગ્લાદેશીઓ  સોમવારે (ચોથી ઓગસ્ટ) લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓને શંકા ગઈ, ત્યારે તે બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.   અહેવાલો અનુસાર, લાલ કિલ્લા […]

Continue Reading

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા

વડોદરામાં પાર્કિંગના મુદ્દે હવે લોહીયાળ પ્રત્યાઘાત પડી રહ્યા છે અને મારામારીના બનાવો રોજના બની રહ્યા છે.ગઇકાલે ભાયલીમાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં બે વર્ષના ગાળામાં પણ પાર્કિંગના મુદ્દે હત્યાના બે બનાવ બન્યા હતા. જ્યારે,મારામારીના બનાવો રોજના બની ગયા છે. શહેરમાં ટ્રાફિકની સાથે સાથે હવે સોસાયટીઓ,પોળો અને બજારોમાં આડેધડ પાર્ક થતા વાહનોનો મુદ્દો લોહીયાળ […]

Continue Reading

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત

રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારના ૩૩ વર્ષના પરિણીત યુવાન મુકેશ અશોકભાઇ માછીએ રાજપીપળા અને ઓરી વચ્ચે આવેલ પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ખેતરે આવી પહોંચ્યા હતા.તો બીજી બાજુ રાજપીપળા પોલીસના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચતા મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન

રાષ્ટ્રમાં  ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું. શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, […]

Continue Reading

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં

ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય […]

Continue Reading

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો

ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત રાત્રે ઝુંપડામાં ઉંઘી રહ્યો હતો ત્યારે ત્યાં ચડી આવેલો દીપડો પિતાનાં પડખામાં ઉંઘતા બે વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બૂમાબૂમ થતાં પરિવાર જાગી પાછળ ગયો હતો પરંતુ દીપડો આંબાવાડીમાં નાસી ગયો હતો. ત્યાં શોધખોળ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી […]

Continue Reading

ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું

દિવસે-દિવસે સાયન્સ અને ટેકનોલોજીના ચમત્કારો સર્જાઈ રહ્યા છે. પહેલી નજરે ચમત્કાર લાગે એવા બે સફળ પ્રયોગો દુનિયામાં થયા છે. ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને જગતને અચંબિત કરી દીધું છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવશે. પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી […]

Continue Reading

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૧,૩૭૦ કેસોમાં ૭.૦૮ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે.  તેમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ૧.૭૯ લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. ૨.૨૩ લાખ કરોડની કરચોરી પકડી હતી. લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ […]

Continue Reading

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના

 5 ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. નોંધનીય છે કે વર્ષ 2019માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી […]

Continue Reading

‘અમેરિકા અને યુરોપ ખુદ રશિયા સાથે વેપાર કરે છે’, ટેરિફની ધમકીઓ બાદ ભારતે ટ્રમ્પને અરીસો બતાવ્યો

રશિયન ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આપેલી ધમકીનો ભારતે મક્કમતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપીયન યુનિયન ભારતને ખોટી રીતે લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ભારતે જણાવ્યું હતું કે અમેરિકાએ પોતે જ તે સમયે ભારતને આ પ્રકારે રશિયામાંતી ઓઇલનો પુરવઠો વધારવા પ્રોત્સાહિત કર્યુ હતુ, જેથી વૈશ્વિક એનર્જી માર્કેટની સ્થિરતા જળવાઈ રહે. હવે […]

Continue Reading