ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની ૪૦૧૦ ચો.મી.જમીન પરત લેવા અંગે કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરાઈ છે.કબજેદારોએ બાર લાખની રકમ  કોર્પોરેશનમાં ભરી હતી.બાકીની રકમ જમા ના થાય તો જમીનનો કબજો પરત લેવા અને કોર્પોરેશન જમીન ખાલી ના કરાવે ત્યાં સુધી રુપિયા ત્રીસ લાખ કોર્ટમાં જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહીના કારણે ત્રણ […]

Continue Reading

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વિશાખાપટ્ટનમમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનાવવામાં આવશે નહીં. આ જાહેરાત ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલને વધુ પ્રોત્સાહન આપવા અને દેશની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભર બનાવવા માટેનું એક મોટું પગલું […]

Continue Reading

ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમારે ગત અઠવાડિયે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન આરએસએસનું ગીત ગાયું હતું, જેને લઈને તેમની જ પાર્ટીના લોકો તેની ટીકા કરી રહ્યા છે. જેને લઈને હવે તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દે માફી માગે છે અને તેમની નિષ્ઠા ગાંધી પરિવાર પ્રત્યે છે. કોંગ્રેસના સાથી નેતાઓની ટીકાને લઈને ડીકે […]

Continue Reading

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.   પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી […]

Continue Reading

‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ

ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેમણે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ લેકચરમાં ભાગ લીધો. આ દરમિયાન, તેમણે શ્રોતાઓ સાથે વાતચીતમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરિફ પર નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો. ટેરિફ અંગે […]

Continue Reading

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ?

 ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજ વંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં સજા માફી આપવાના નિર્ણયને તાજેતરમાં જ હાઇકોર્ટે ગેરકાયદે જાહેર કરી 4 અઠવાડિયામાં અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલ સત્તાધીશો સામે સરન્ડર કરવા આદેશ કર્યો છે. આ સ્થિતિમાં અનિરૂદ્ધસિંહ જાડેજા 4 અઠવાડિયાને સરન્ડર કરશે કે, […]

Continue Reading

ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, બેના મોત

 નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સોમવારે (25મી ઓગસ્ટ) ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, જલાલપોરના કરાડી ગામે ગણપતિની […]

Continue Reading

અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી તેમજ હાલ સુભાષબ્રિજ ખાતે નદીના જળ સ્તરને […]

Continue Reading

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે. દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત ૧૨ […]

Continue Reading

AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહીત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ […]

Continue Reading