રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ

 રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.  ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર […]

Continue Reading

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ

 આગામી વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં શહેરી સમૂહને અપડેટ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 2027ની વસ્તી ગણતરીમાં ભારતનો સત્તાવાર શહેરી નકશો બદલાવાનો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીએ આગામી વસ્તી ગણતરી 2027 માટે શહેરી સમૂહોની રચનાને અપડેટ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોફોર્માનો એક […]

Continue Reading

ટ્રમ્પને મારી નાખો, ભારત પર પરમાણું બોમ્બ ફેંકો, ઈઝરાયલ ભડકે બળશે

મિનિયાપોલીસની શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગનમાં આક્રમક નિવેદનો લખેલા મળ્યા હતા. ગનમાં તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી હુમલો કરવાથી લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા સુધીના સૂત્રો લખ્યા હતા. પોલીસે એ બંદૂકો જપ્ત કરી છે. તે ઉપરાંત યુટયૂબમાંથી તેના ઉશ્કેરણીજનક વીડિયો પણ હટાવી દેવાયા છે. સ્કૂલમાં હુમલો કરનારા હત્યારાએ રાઈફલની મેગેઝિન પર […]

Continue Reading

તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં

તાઇવાન અંગે શી જિનપિંગની યોજના શી છે ? વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે વારંવાર ચીની વિમાનો તાઇવાનની જળસીમામાં ઘૂસેછે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આજે (ગુરૂવારે) સવારે કહ્યું હતું કે, ‘સવારના પ્રમાણે અમે અમારા જળ ક્ષેત્ર આસપાસ ૪૧ યુદ્ધ વિમાનો અને ૭ યુદ્ધ જહાજો તાઇવાન ફરતે ચક્કર કાપી રહ્યા છે તે ૪૧ […]

Continue Reading

ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે સીધી અથડામણ, ગાઝામાં 71 પેલેસ્ટિનિયનના મોત…

ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા સિટી પર ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે. ગુરુવારે (28મી ઓગસ્ટ) રાત્રે ગાઝા પર ઈઝરાયલી બોમ્બમારા દરમિયાન 16 લોકો માર્યા ગયા અને અનેક ઈજાગ્રસ્ત થયા. અત્યાર ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક લેવા માટે રાહત વિતરણ કેન્દ્ર પર પહોંચેલા લોકો પર […]

Continue Reading

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં…

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની સ્થાપના બાદ હવે દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી. એ જ રીતે કાશી અને મથુરામાં મસ્જિદોની જગ્યાએ ભગવાન શિવ અને કૃષ્ણના મંદિરો બનાવવાના કેટલાક હિન્દુ સંગઠનોના આંદોલનને સંઘ સમર્થન કરતું નથી, પરંતુ સ્વયંસેવકો ઈચ્છે તો તેઓ પોતાની રીતે આવા આંદોલનોમાં જોડાઈ શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે […]

Continue Reading

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને […]

Continue Reading

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયાથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઈલ ખરીદશે

અમેરિકાની ધમકીઓની ભારત પર ખાસ અસર જોવા મળી રહી નથી. એક અહેવાલ મુજબ ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી છે, જોકે આ અંગે સરકાર કે ભારતીય રિફાઇનરીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લગાવ્યો હતો. રોયટર્સ સાથેની વાતચીતમાં તેલ ખરીદી પ્રક્રિયામાં […]

Continue Reading

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રુપિયા ત્રણ લાખનો પગાર મેળવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરના વિવિધ રોડ ઉપર રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત આસીસ્ટન્ટ મેનેજર સહીત કુલ ૧૧ લોકોની કમ્પલેઈન રીડ્રેસલ સેલ કમિટી બનાવાશે,જે રખડતા કૂતરાં કરડવાના બનાવોવાળા સ્થળોનુ વોર્ડ વાઈસ લિસ્ટ બનાવી ડોગ બાઈટના કેસ અટકાવવાની કામગીરી કરાવશે.શહેરની ૭૦ લાખની વસ્તી […]

Continue Reading

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય

ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને નાણાકીય સહાય આપવાના રાજ્ય સરકારના 2011ના ઠરાવનો અમલ વર્ગ 3 અને 4 સહિતના કાયમથી માંડી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળતો હતો. પરંતુ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોને લાભઆપવામા આવતો ન હતો. જેને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘથી માંડી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર સરકારને રજૂઆતો કરાઈ હતી અને […]

Continue Reading