સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો

 સેન્વથ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા ત્યારે હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે સ્કૂલ પાસેથી બીયુ પરમિશન -સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે. સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં લાલાશ છવાઈ ગઈ. સેન્સેક્સમાં 600 તો નિફ્ટીમાં 200 જેટલા પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો. અત્યાર સુધીની માહિતી અુનસાર સેન્સેક્સમાં 657 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં તે 80124ના લેવલ પર ટ્રેડ કરતો જોવા […]

Continue Reading

દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત

મહારાષ્ટ્રના વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ દુ:ખદ અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. આ અકસ્માત એવા […]

Continue Reading

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને ડીઈઓ દ્વારા સ્કૂલની ગંભીર બેદકારીનો રિપોર્ટ અપાયાને પણ સપ્તાહ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર સ્કૂલ સામે કાર્યવાહીને લઈને અનિર્ણિત છે. એટલું જ નહીં સેવન્થ ડે સ્કૂલને આઈસીએસઈ બોર્ડના જોડાણ માટે અપાયેલી એનઓસી ક્યારે અપાઈ હતી તેમજ […]

Continue Reading

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ…

દેશભરમાં ગણેશોત્સવની પૂરજોશમાં શરૂઆત થઈ છે. ગણેશોત્સવ બજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સર્વે મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપાર થવાનો અંદાજ છે. આ વર્ષે વેપારીઓએ વિદેશી ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. અને ગ્રાહકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે

અમેરિકાએ ટેક્સટાઈલના પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર વધારાની 50 ટકાની ઇમ્પોર્ટ ડયૂટી લાદી દઈને ભારતના ટેક્સટાઈલ સેક્ટરના નિકાસની અંદાજે 11 અબજ ડોલરના ધંધાને તોડી નાખવાની કવાયત ચાલુ કરી તે પછી ભારત સરકાર ટેક્સટાઈલનો સપ્લાય બ્રિટન, જાપાન અને સાઉથ કોરિયામાં વધે અને ભારતના નિકાસકારોનો બિઝનેસ ટકી રહે તે માટેના પ્રયાસો ચાલુ કરી […]

Continue Reading

ભારત પીછેહઠ નહીં કરે તો કોઈ રાહત નહીં મળે…’ ટ્રમ્પના સલાહકારની ભારતને વણમાગી સલાહ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે.  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરાયેલા માલ પર 50% ટેરિફ લાદી દીધો છે. આ દરમિયાન યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે જો ભારત અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર નહીં ખોલે, તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ […]

Continue Reading

વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય, નવા વિઝા નિયમ લાગુ કર્યા

અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે, ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વિઝાની મુદત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે (27 ઓગસ્ટ, 2025) જાહેર થયેલા નવા નિયમ મુજબ, આ લોકોને હવે યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા માટે અરજી કરવી પડશે. જાન્યુઆરીમાં સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન […]

Continue Reading

ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખીને બધું જ ગુમાવી દીધું : અમેરિકન મીડિયાનો દાવો

અમેરિકાએ ભારતમાં લાગુ કરેલા ૫૦ ટકા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. તેનું કારણ એ છે કે અમેરિકા ભારતનું મહત્ત્વનું વ્યાપારિક ભાગીદાર છે. આમ છતાં ભારત પર ટ્રમ્પે લાદેલા ટેરિફે આખા વિશ્વને હેરાન કરી નાખ્યું છે. વિશ્વભરના મીડિયામાં તેની ચર્ચા છે. અમેરિકન ચેનલોએ પણ આ સમાચારને અગ્રતા આપી […]

Continue Reading

કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીનો આપઘાત

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું […]

Continue Reading