ભારતમાં હવે પૈસાની ચુકવણી આંગળી ના ટેરવે થઈ રહી છે. ભારતના ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટમાં 2016માં શરૂ થયેલ UPI (Unified payment interface) એ વિશ્વમાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસ છેત્રે ડંકો વગાડી દીધો છે. અ
મેરિકાની 67 વર્ષ જુની Visa કંપની વિશ્વમાં કાર્ડ દ્રારા રૂપિયા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે, UPI આવ્યા પહેલા ભારતીયો આજ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા, પણ UPI આવ્યા પછી ભારતમાં દર મહિને વિશ્વનું સૌથી વધુ 65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે, જેમાં દેશના 6 કરોડ થી વધુ લોકો દરરોજ તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારતના UPI એ અમેરિકાની 67 વર્ષ જુની VISA કંપનીને પાછળ છોડી, ઇતિહાસ રચી દીધો છે. માત્ર 9 વર્ષમાં ભારતે ‘ડિજિટલ ક્રાંતિ’ સર્જી દીધી છે. અત્યારે માત્ર 7 દેશોમાં UPI એ, 200થી વધુ દેશોમાં હાજર VISA ને પાછળ છોડી એક ક્રાંતિ સર્જી છે.
વિઝા(VISA) એક આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કાર્ડ સેવાઓ પૂરી પાડતી સંસ્થા છે, જેની સ્થાપના 1958માં અમેરિકાનાં બેંક ઓફ અમેરિકા દ્વારા Bank America card તરીકે થઈ હતી. 1960થી 1970 સુધીમાં તેને BankAmericardથી Visa તરીકે વૈશ્વિક ઓળખ મળી.
2008માં વિઝા પબ્લિક કંપની બની અને આજે તે વિશ્વના 200થી વધુ દેશો અને પ્રદેશોમાં કાર્યરત છે, જ્યાં તે લગભગ 14,500 નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. વિઝા પ્રોજેક્ટ અંતર્ગત વિઝા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેઈડ કાર્ડ, બિઝનેસ કાર્ડ જેવા વિવિધ પ્રકારો છે.
વિશ્વની 130 મિલિયનથી વધુ વ્યવસાયોમાં માન્ય છે. વિઝાનું મુખ્ય મકસદ, ગ્રાહકો માટે સૌથી શ્રેષ્ઠ અને વિશ્વસનીય પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડવું, જેથી દરેક વ્યક્તિ અને ધંધાદારી લોકો તેના વિકાસ માટે વધુમાં વધુ ઉપયોગ કરી વિકાસ કરી શકે. વિઝાનું મુખ્ય મથક સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા આવેલછે અને તેના CEO રાયન એમ. મેકીનરની છે.
UPI સૌવ પ્રથમ લોન્ચ 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવી હતી. UPI સિસ્ટમ, ઇન્ફોસીસના ભૂતપૂર્વ CEO અને UIDAI (આધાર ડિજિટલ ઓળખ પ્રાધિકરણ) ના ચેરમેન રહ્યા છે એવા વિકાસ નંદન કુલકર્ણી ની આગેવાનીમાં તૈયાર કરવામાં આવી છે.
જુલાઈ 2025 સુધીના આંકડા મુજબ, ભારતીય UPI ના સક્રિય વપરાશકર્તા 6 કરોડથી વધુ છે અને દર મહિને લગભગ 65 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. UPIની લોકપ્રિયતા સતત વધી રહી છે, ટૂંકા સમયમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ વ્યવહારમાં વિસ્ફોટક વૃદ્ધિ લાવી દુનિયાને ચોંકાવી દીધું છે.
UPIના મુખ્ય ફાયદાઓ જોઈએ તો..
♦ વપરાશકર્તાઓને બેંક એકાઉન્ટ નંબર કે IFSC કોડ વિનાનું ફંડ ટ્રાન્સફર કરવાની પરવાનગી આપે છે.
♦ કોઈપણ બેંકમાં રહેલા બેંક ખાતા પર સરળતાથી કેશ, પીએમટુપી અને પીયર-ટુ-પીયર પૈસા મોકલવા સક્ષમ બનાવે છે.
♦ મોબાઇલ એપ્લીકેશન ઉપર સરળ અને ઝડપી પેમેન્ટ ઈન્ટરફેસ છે.
♦ પેમેન્ટ લેણદેણનો ખર્ચ ઓછો અને મજબૂત સુરક્ષા છે.
♦ નાના વ્યવસાયો અને ડિજિટલ શૈલીમાં નાનામાં નાના નાગરિકોને આર્થિક રીતે સહાયક છે.
♦ જીવંત કેશલેસ ઈકોનોમી તરફ ભારતને દોરી જાય છે અને કાળા ધન પર નિયંત્રણને મજબૂત બનાવે છે.
♦ નાના અને મધ્યમ વ્યવસાયોને સરળતાથી ફંડ મેળવવાની અને ટ્રાન્ઝેક્શન કરવાની ઐતિહાસિક તક આપે છે.
♦ નાણાકીય સમાવેશ વધારવાનું એક શક્તિશાળી સાધન, જે કાર્યવાહક લોકોએ ડિજિટલ બેંકિંગમાં જોડાવા પ્રેરિત કરે છે.
♦ દેશના GDP ને ટેકો આપતી અને અર્થતંત્રમાં પ્રવાહિત રૂપિયા સરળતાથી વ્યવસ્થિત બનાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે.
♦ આર્થિક લાભ અને દેશના વિકાસ માટે ઉપયોગી રહી છે.
♦ વિશાળ પ્રમાણમાં યુવાન અને નાનાં વ્યવસાયો UPI તરફ વળ્યા છે, કારણ કે તેમાં કોઈ મુદ્દલ ફી નથી અને ટ્રાંઝેક્શન તરત થાય છે.
♦ UPI હવે ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિનું મોખરાનું સાધન અને વિશ્વના ઈન્સ્ટન્ટ પેમેન્ટ માર્કેટમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે.
