ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. હત્યાના બનાવોના આંકડા પ્રમાણે છેલ્લા ૬ માસના શહેર-જિલ્લામાં હત્યાના કુલ ૧૮ બનાવો બન્યા છે. જેમાં અડધા એટલે કે હત્યાના ૯ બનાવો તો છેલ્લા બે માસમાં જ બન્યા છે. જોકે ગત વર્ષના પ્રથમ ૬ માસની તુલનાએ આ આંકડો ઓછો છે. ગત વર્ષ-૨૦૨૪ના જાન્યુઆરી થી જુનના ૬ માસના સમયગાળામાં હત્યાના ૨૧ બનાવો બન્યા હતા.
કલા અને સંસ્કારની નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રાઈમરેટ વધી રહ્યો હોય તેમ છેલ્લા થોડાં દિવસોમાં શહેર-જિલ્લામાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. ચાલુ વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૬ માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના કુલ ૧૮ બનાવો બન્યા છે. જેમાં ૫૦ ટકા એટલે કે હત્યાના ૯ બનાવો તો છેલ્લા ૨ માસ મે અને જુન દરમિયાન બન્યા છે. જાન્યુઆરીથી જુન માસ દરમિયાન મે મહિનામાં સૌથી વધારે હત્યાના પાંચ બનાવો બન્યા હતા. જોકે ગત વર્ષ-૨૦૨૪ની જાન્યુઆરીથી જુન મહિનાની સરખામણીએ આ આંકડો ઓછો છે. ગત વર્ષના પ્રથમ ૬ માસમાં ભાવનગર શહેર જિલ્લામાં હત્યાના કુલ ૨૧ બનાવો બન્યા હતા. ઉપરાંત જુલાઈ-૨૦૨૫ માસમાં ૨૩ જુલાઈની સ્થિતિએ ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના કુલ બે બનાવો બની ચુક્યા છે. જેમાં ઘોઘામાં જમવા જેવી નજીવી બાબતે નોનવેજની દુકાન ધરાવતા યુવકની તથા શહેરના કરચલિયાપરામાં વાહન ધીમુ ચલાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.
શહેર-જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે : એસપી
મારામારી હત્યા સહિતના શરીરસંબંધી ગુનાને ડામી દેવા માટે શહેર જિલ્લામાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. તદ્ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારો અને હિસ્ટ્રીશિટરો પર વૉચ રાખવામાં આવી રહી હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.
|
માસ |
હત્યાના બનાવ |
|
|
|
2024 |
2025 |
|
જાન્યુઆરી |
૦૪ |
૦૨ |
|
ફેબુ્રઆરી |
૦૪ |
૦૦ |
|
માર્ચ |
૦૨ |
૦૪ |
|
એપ્રીલ |
૦૩ |
૦૩ |
|
મે |
૦૩ |
૦૫ |
|
જુન |
૦૫ |
૦૪ |
|
કુલ |
૨૧ |
૧૮ |
