ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવાયા…

Latest News અપરાધ આરોગ્ય કાયદો

હળવદ બાજુથી વાહનમાં ઘેટાં ભરીને કતલખાને લઈ જવાતા ઘુટુ ગામે આવેલ સ્મશાન નજીક ગાડી માંથી 10 ઘેટા ભરવામાં આવેલા હતા અને તેના માટે કોઈ પાસ પરમિટ લેવામાં આવી ન હતી જેથી વાહન અને અબોલ જે મળીને કુલ 2 લાખની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા જયદીપભાઇ કિશોરભાઈ ડાવડા (24) એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિશારઅહેમદ મહેમુદ ભટ્ટી (21) રહે ખાટકીવાડ પાસે મદીના મસ્જિદ ની બાજુમાં, ઇનુસ સિકંદર ભટ્ટી (52) રહે ધાંગધ્રા અને અકરમ દાઉદ ભટ્ટી (34) રહે ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ઘૂંટું ગામના સ્મશાન પાસેથી સુઝુકી કંપનીની કેર ગાડી નંબર જીજે 13 એએક્સ 2648 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા.

જેને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી 10 ઘેટા મળી આવ્યા હતા અને તેમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી ક્રૂરતા પૂર્વક તેને પાસ પરમિટ વગર લઈ જતા હોય અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તેને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી

ટીંબડી પાસે રહેતા અબ્બાસ અલ્લારખા મોવર (36) અને ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રણછોડ દેવજી પરમાર (28) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરીછે હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં ગુરુકુળ પાસે રહેતા ગીતાબેન ઈશ્વરભાઈ મોરી (56) નામના મહિલા કૂતરું આવતા બાઈકમાંથી તેઓ નીચે પડી ગયા હતા અને જેથી શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *