વેપારીને ટાટા પ્રોજેકટમાં જોબવર્કના બહાને કરાયેલ 48 લાખની છેતરપિંડી…

Latest News અપરાધ આરોગ્ય દેશ

વાકાંનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની લાલચે 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ ન આપતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી જે ગુનામાં રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

રસીકગઢ ગામે રહેતા વેપારી મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા (38)એ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ટેલીગ્રામ સોશ્યલ મિડીયા એકાઉન્ટ જુદાજુદા 7 યુ.પી.આઇ આઇ.ડી. ના ધારકો તેમજ સિટી યુનિઓન બેન્ક, ઈન્ડિયન બેન્ક, ફેડરલ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, કેબીએલ બેન્ક અને બીઓબી બેન્કના જુદાજુદા 19 એકાઉન્ટના ધારકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી. આરોપીઓએ તેને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી હતી.

અને તેની પાસેથી 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું જો કે, ફરિયાદી રૂપીયા પરત માંગ્યા હતા ત્યારે આરોપીઓએ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે તેમ કહીને ફરિયાદીને તેના રૂપિયા પાછા આપેલ ન હતા જેથી આરોપીઓએ કાવતરું કરીને ફરિયાદીની સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાથી યુવાને ફરિયાદ કરી હતી.

જે ગુનાની તપાસ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટિમ કરી રહી હતી તેવામાં પોલીસે આ ગુનામાં આરોપી મોનાકકુમાર વિનોદભાઇ ધાડવી (26) રહે. જોબાળા તાલુકો ચુડાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ યુવાનના જે રૂપિયા જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં મંગાવ્યા હતા તે રૂપિયા પહેલા આરોપી મોનાકકુમારના એકાઉન્ટમાં આવ્યા હતા ત્યાર બાદ બીજાના એકાઉન્ટમાં તે રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી જેથી તેને પકડવામાં આવેલ હતો. હજુ બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *