મનીષ સૈનીની ભાઈબંધથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે મર્દાની-૨નો અભિનેતા વિશાલ જેઠવા

Latest News ગુજરાત મનોરંજન

રાણી મુખરજી સાથે મર્દાની-૨માં નકારાત્મક ભૂમિકા ભજવીને દર્શકોનું ધ્યાન ખેંચનાર વિશાલ જેઠવા આ અગાઉ મહારાણા પ્રતાપ, સંકટમોચન મહાબલી હનુમાન, દિયા આૈર બાતી હમ, પેશ્વા બાજીરાવ, ચક્રધારી અજય કૃષ્ણ જેવી સિિરયલમાં જોવા મળ્યો હતો. આ સિવાય સલામ વેન્કી, ટાઇગર-૩, વેબ સિરીઝ હ્યુમન, પાર્ટી ટિલ આઇ ડાઇ બાદ કાન્સ અને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી હૉમબાઉન્ડ પણ કરી ચુક્યો છે. હવે વિશાલ જેઠવા ત્રણ-ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મનીષ સૈનીની ગુજરાતી ફિલ્મ ભાઇબંધથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે.
મનીષ સૈનીને આ વરસે એની શોર્ટ ફિલ્મ ગીધ (ધ સ્કેવેન્જર) માટે ત્રીજો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ અગાઉ મનીષને એની ગુજરાતી ફિલ્મ ઢ (૨૦૧૮) અને ગાંધી એન્ડ કંપની (૨૦૨૨) માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચુક્યો છે. મનીષ તેમની આગામી ફિલ્મ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગમાં બનાવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. મનીષના જણાવ્યા મુજબ બે વરસ પહેલાં ભાઇબંધની સ્ક્રિપ્ટ ફિલ્મ બજારમાં રજૂ કરી હતી. (દર વરસે ગોવા ખાતે યોજાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આૅફ ઇન્ડિયા સાથે ફિલ્મ બજારનું આયોજન થાય છે) જેની પસંદગી વીસ ટૉપ પ્રોજેક્ટમાં કરવામાં આવી હતી. ફિલ્મનીપ્રાદેશિક સંગીત પર આધાિરત કથીની સાથે બે ભાઇઆેની યાત્રાને વણી લેવામાં આવી છે.
મનીષ કહે છે કે ભાઇબંધ મારે હિન્દીમાં બનાવવી હતી અને એ માટે અમુક નિર્માતાઆેનો સંપર્ક પણ કર્યો. પણ મને લાગ્યું કે આ વાર્તાને ન્યાય આપવો હોય તો એને ગુજરાતીમાં બનાવવી જોઇએ. અને મને આનંદ છે કે ગુજરાતી ફિલ્મ માટે એનએફડીસીનો સહકાર મળ્યો.

1 thought on “મનીષ સૈનીની ભાઈબંધથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે મર્દાની-૨નો અભિનેતા વિશાલ જેઠવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *