રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ ‘શરાબ પાર્ટી’ પર દરોડો…

Latest News Uncategorized અપરાધ કાયદો

અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી.

SMC ની માહિતીના આધારે સાણંદ પોલીસે મોટી દેવતી નજીક આવેલા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં 13 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.

પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડેની પાર્ટી આપી હતી. બર્થ-ડે નિમિતે યોજાયેલી ડીજે પાર્ટીના નામે શરાબની પાર્ટી ચાલતી હતી. તમામને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી.

રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું. દારૂ પીધેલ અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

તમામ લોકોને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે કોઈ જ પ્રકારના દબાણમાં આવ્યા વિના આ કાર્યવાહી કરી હતી. ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો અને મોંઘી ડાટ ગાડીઓ જેવી કે બી એમ ડબલ્યુ, રેન્જ રોવર, થાર તેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તે ગાડી પણ હાજર હતી.

આજે ગ્લેડ રિસોર્ટમાંથી સૌથી મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ ઉપરાંત રવિવારે સાણંદમાં કલહાર બ્લૂ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. 358 નંબરના બંગલામાંથી પોલીસે રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરી હતી.

વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે બાતમીના આધારે આ પાર્ટી પર પણ દરોડા પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *