મીરા રોડના અગ્રણી પ્રવીણ પટેલને સોંપાઈ મીરા ભાયંદર જિલ્લાના ગુજરાતી સેલના અધ્યક્ષ પદની જવાબદારી

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

દરેક ગુજરાતી પછી તે ગમે જ્ઞાતિનો હોય એમનો ઉત્કર્ષ એ એક માત્ર મારો ઉદ્દેશ છે

મીરા ભાયંદરમાં ગુજરાતીઓને એકત્ર કરવાની શરૂઆત પંદર વરસ પહેલાં જેમણે શરૂઆત કરી એ પ્રવીણ પટેલને ભાજપે પક્ષના ગુજરાતી સેલના અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે.
મીરા-ભાયંદરમાં વિવિધ સમાજ-જ્ઞાતિના ગુજરાતીઓની બહોળી વસતિ હોવા છતાં તેઓ ઉપેક્ષિત હતા. નાના-મોટા કામ માટે પણ અનેક મુસીબતોનો સામનો કરવો પડતો. આ વાતને ધ્યાનમાં રાખી બિઝનેસમેન અને યુનાઇટેડ ઇન્ટરનેટ સર્વિસના ભાગીદાર પ્રવીણ પટેલે તમામ સમાજોને એકત્ર કરી પંદર વરસ પહેલાં મીરા-ભાયંદર ગુજરાતી સમાજની સ્થાપના કરી.
ગુજરાતી સેલના અધ્યક્ષ પદે નિયુક્તિ થયા બાદ પ્રવીણ પટેલે જણાવ્યું કે, મીરા-ભાયંદરમાં ગુજરાતીઓના ઉત્કર્ષ માટેની ખાસ રૂપરેખા તૈયાર કરી છે. શહેરમાં વસતા ગુજરાતીઓની એકતા, આપણી સંસ્કૃતિ અને સાહિત્યની અસ્મિતાને જાગૃતિ કરવાને પ્રાથમિકતા આપવી છે. આપણા શહેરમાં વસતા દરેક ગુજરાતી પછી તે ગમે જ્ઞાતિનો હોય એમનો ઉત્કર્ષ એ એક માત્ર મારો ઉદ્દેશ છે.
ઉપરાંત શહેરમાં ગુજરાત ભવનનું નિર્માણ કરવાની પણ યોજના છે. આ એક એવું ભવન હશે જેમાં અનેકવિધ સગવડો હોય. આજે દરેક જણને મોંઘી સારવાર પરવડી શકે એમ નથી. એટલા માટે મીરા-ભાયંદર ગુજરાતી સમાજ એવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે જેના થકી આર્થિક રીતે નબળા વર્ગને રાહતના દરે તબીબી સારવાર મળી શકે.
કલા એ કુદરતની દેન છે અને એને જરૂર હોય છે પ્રોત્સાહનની મીરા-ભાયંદર ગુજરાતી સમાજ ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના છે.
વિવિધ સામાજિક સંસ્થાઓના સથવારે સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છો તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતી સેલનું અધ્યક્ષ પદ લેવાનું કોઈ ખાસ કારણ? કોઈ રાજકીય મહત્વાકાંક્ષા?
કોઈ રાજકીય મહત્વાકાંક્ષાને કારણે ભારતીય જનતા પાર્ટી મીરા-ભાયંદર જિલ્લા ગુજરાતી સેલનું અધ્યક્ષ પદ સ્વીકાર્યું નથી. મારું લક્ષ્ય શહેરના ગુજરાતીઓના વિકાસનું છે. બાકી મેં જ્યારે મીરા-ભાયંદર ગુજરાતી સમાજની સ્થાપના કરી એ સમયે શહેરમાં માત્ર બે ગુજરાતી નગરસેવક હતા. અમારા પ્રયાસોને કારણે આજે પંદરથી વધુ ગુજરાતી નગરસેવકો છે. અને સંખ્યા હજુ પણ વધે એવા અમારા પ્રયાસો રહેશે.
ભાજપના ગુજરાતી સેલનું અધ્યક્ષ પદ સ્વીકારવાનું કારણ એ પણ ખરું કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ શહેરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. અને મીરા-ભાયંદર રાજ્યનું જ નહીં પણ દેશનું સૌથી સુંદર, સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય શહેર બનાવવાના પ્રયાસો નરેન્દ્ર મહેતાના કરી રહ્યા છે. અને મને પૂરો વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સબ કા સાથ સબકા વિકાસ સૂત્રનો ખરા અર્થમાં મીરા-ભાયંદરમાં અમલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *