બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસના કોચ છૂટા પડ્યા

Latest News કાયદો દેશ

પશ્ચિમ રેલવેમાં પશ્ચિમ એક્સપ્રેસના કોચ વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશન વચ્ચે A1 અને A2 કોચના જોડાણમાં ટેકનિકલ ખામી સર્જાતા અલગ અલગ થયા હતા, પરંતુ આ બનાવથી કોઈ જાનહાનિ થઈ નહોતી. રેલવે પ્રશાસનનું સમયસર ધ્યાન ગયું હોવાથી મોટી હોનારતમાંથી બચી ગયું હતું.
બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ (૧૨૯૨૫)માં આ બનાવ બન્યો હતો. એન્જિનની સાઈડથી કોચ સાથે આ ઘટના બની હતી. પહેલી ઘટના વાણગાંવ અને દહાણુ સ્ટેશનની વચ્ચે રવિવારે બપોરે ૧.૨૦ વાગ્યે બની હતી
પશ્ચિમ રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈ પણ મુસાફરને કોઈ ઈજા કે અસુવિધા થઈ નથી, અને એકંદર ટ્રેન કામગીરી પર કોઈ અસર થઈ નથી. શરૂઆતમાં ટ્રેનને કોચ ફરીથી જોડવા માટે લગભગ ૨૫ મિનિટ સુધી રોકવામાં આવી હતી અને પછી બપોરે ૧:૪૬ વાગ્યે તેને આગળ વધવા દેવામાં આવી હતી.
રેલ્વે સૂત્રોએએ જણાવ્યું હતું કે, ટ્રેન વલસાડ સ્ટેશન પર પહોંચ્યા પછી, સલામતીના તમામ પગલાં સુનિશ્ચિત કરીને, પ્રસ્થાન પહેલાં બીમાર કોચ બદલવામાં આવ્યા હતા..
મુસાફરોને તેમના સામાનને એક કોચમાંથી બીજા કોચમાં ખસેડવામાં મદદ કરવા માટે રેલવે સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *