‘GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું…’, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં?

Latest News આરોગ્ય કાયદો દેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ GST દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ પગલાંની ટીકા કરી હતી અને કહ્યું હતું કે GST દરોમાં આઠ વર્ષ એટલે ખૂબ મોડો ફેરફાર કરવામાં આવ્યો હતો.

પી ચિદમ્બરમે એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, હાલની જીએસટી વ્યવસ્થા અને દરોને શરૂમાં જ લાગુ કરવા જોઇતા હતા. વિપક્ષે વર્ષોથી આ મુદ્દા સામે વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ તેની દલીલોને અવગણવામાં આવી હતી. જીએસટીને યુક્તિસંગત બનાવવા અને અનેક વસ્તુઓ અને સેવાના જીએસટી દરમાં ઘટાડનું સ્વાગત છે, પરંતુ આ વર્ષ બહુ મોડું થઈ ગયું કહેવાય. જીએસટીની હાલની વ્યવસ્થા આજ સુધી પ્રચલિત દરોને શરૂઆતથી જ લાગુ કરવાની જરૂર હતી. અમે છેલ્લા 8 વર્ષથી જીએસટીની વ્યવસ્થા અને તેના સ્લેબ વિશે સતત અવાજ ઉઠાવી રહ્યા છીએ, પરંતુ અમારી દલીલ પર કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું.’

આ સિવાય તેમણે સુધારા માટે સરકારના સમય પર પણ સવાલ કર્યો અને અચાનક બદલાવના સંભવિત કારણો પર અટકળો લગાવી. તેમણે અનેક આર્થિક અને રાજકીય કારણોને ટાંકીને કહ્યું કે, ‘જેણે 8 વર્ષ મોડું કર્યા બાદ આ નિર્ણય લીધો છે, જેનું કારણ અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા ટેરિફ અને આ વર્ષના અંતે યોજાતી બિહાર ચૂંટણીનો સમાવેશ થાય છે. સરકારે આ ફેરફારો કેમ કર્યા તે અનુમાન લગાવવું રસપ્રદ રહેશે: ધીમી વૃદ્ધિ? ઘરેલું દેવું વધવું? બચતમાં ઘટાડો? બિહારમાં ચૂંટણી? ટ્રમ્પ અને તેમના ટેરિફ? આ બધું?’

 

જોકે, નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે કહ્યું છે કે GST દરોમાં ફેરફારનો યુએસ ટેરિફ સાથે કોઈ સંબંધ નથી.

તેણીએ વધુમાં કહ્યું કે સરકારે આ ફેરફારો કેમ કર્યા તે અનુમાન લગાવવું રસપ્રદ રહેશે: ધીમી વૃદ્ધિ? ઘરગથ્થુ દેવું વધવું? ઘરગથ્થુ બચતમાં ઘટાડો? બિહારમાં ચૂંટણી? ટ્રમ્પ અને તેમના ટેરિફ? આ બધું?” જોકે, નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે કહ્યું છે કે GST દરોમાં ફેરફારનો યુએસ ટેરિફ સાથે કોઈ સંબંધ નથી.

ઑલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી અને GST દરમાં ઘટાડાને સરકાર પર સતત દબાણ બાદ મળેલી ‘સામાન્ય લોકોની જીત’ ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *