ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે…

Latest News આરોગ્ય કાયદો દેશ

ભારતીય સશસ્ત્ર દળો અને જોઈન્ટ કમાન્ડ સ્ટાફ હેડક્વાર્ટરમાંથી ૭૦૦થી વધુ ભારતીય જવાન ઇજિપ્તમાં થનારા બહુપક્ષીય લશ્કરી અભ્યાસ બ્રાઇટ સ્ટાર ૨૦૨૫માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. ઇજિપ્તે જાહેરાત કરી હતી કે આ સંયુક્ત લશ્કરી કવાયત ઇજિપ્તમાં યોજાશે.

આ સંયુકત લશ્કરી કવાયતમાં કુલ ૪૩ દેશ ભાગ લેશે. તેમા ૧૩ દેશના લગભગ આઠ હજાર સૈનિક સીધા સામેલ થશે. જ્યારે ૩૦ દેશ નિરીક્ષક તરીકે રહેશે. આ અભ્યાસ જુદી-જુદી લશ્કરી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત હશે, જે ત્રણેય લશ્કરોની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.

ઓપરેશન બ્રાઇટ સ્ટાર ૧૯૮૦થી ઇજિપ્ત અને અમેરિકા વચ્ચે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતો લશ્કરી અભ્યાસ છે. તે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સૌથી લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધાભ્યાસોમાં એક છે. પ્રારંભમાં તો આ યુદ્ધાભ્યાસ દ્વિપક્ષીય હતો. હવે તે બહુપક્ષીય બની ગયો છે.

આ યુદ્ધાભ્યાસ દર બે વર્ષે થાય છે. આ પહેલા તે ૨૦૨૩માં થયો હતો, જેમા ભારતે પહેલી વખત ભાગ લીધો હતો. ૨૦૨૩માં આ અભ્યાસમાં ૩૪ દેશ સામેલ થયા હતા, પરંતુ ૨૦૨૫માં તેની સંખ્યા વધીને ૪૩ થઈ ગઈ છે.

ઇજિપ્તના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ મધ્યપૂર્વનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ છે. તેમા જુદાં-જુદાં દેશોની સેનાઓ સંયુક્ત રીતે આધુનિક પડકારોનો સામનો કરશે. ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આ અભ્યાસમાં ભાગીદારી ભારતની વૈશ્વિક ભૂમિકાને મજબૂત કરે છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે આમ પણ મજબૂત સંબંધ છે. તાજેતરમાં જ ભારતના સંરક્ષણ પ્રધાન અને પીએમ મોદીના પ્રવાસથી આ સંબંધ વધુ મજબૂત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *