બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત

Latest News અપરાધ આરોગ્ય કાયદો
દિલ્હીમાં એક સાથે બે મોટી ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પેોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. બંને કેસોમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં એક યાત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હતો. જ્યારે બે મહિલાઓની નંદ નગરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ કેસ દિલ્હી એરપોર્ટનો છે.

૨૧ ઓગસ્ટે બેંગકોકથી સિંગાપોર થઇને દિલ્હી પહોંચેલા એક ભારતીય નાગરકિને કસ્ટમ અધિકારીઓએ ટર્મિનલ-૩ પર રોકયો હતો. જ્યારે ગ્રીન ચેનલથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક્સ-રે સ્કેનમાં તેની ટ્રોલી બેગમાં શંકાસ્પદ સામગ્રી જોવા મળી હતી.

તપાસ દરમિયાન લીલા અને બદામી  રંગની બેગમાંથી કાળા રંગના ૨૫ પોલિથીન પેકેટ મળી આવ્યા હતાં. પેકેટ ખોલતા તેમાંથી લીલા રંગનું માદક પદાર્થ મળી આવ્યું હતું.

જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કીંમત ૨૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આરોપી યાત્રીની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ગાંજો જપ્ત કરી લેવામાં આવ્યો છે.

બીજો કેસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સાથે સંકળાયેલો છે. જેના સંદર્ભમાં બે મહિલા ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં તેમની પાસેથી ૧૦૪૯ ગ્રામ હેરોઇન, એક સ્કૂટર, રોકડ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યું હતું.

જપ્ત કરવામાં આવેલ હેરોઇનની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૫ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિંડિકેટનું સંચાલન ૫૪ વર્ષીય સીમા અને તેમના ૪૩ વર્ષીય ભાભી સમિતા કરી રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *