મુંબઈના ચેમ્બુરમા ભક્તિ પાર્ક પાસે મોનોરેલ બંધ પડતા ઘણા મુસાફરો ફસાયા ફાયર બ્રિગેડે મુસાફરોને બચાવ્યા, બચાવ કામગીરી સાડા ત્રણ કલાક ચાલ્યુ

Latest News આરોગ્ય કાયદો દેશ

મુંબઈ સહિત રાજ્યભરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદની ચેતવણી આપી હતી. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં રેલ્વે તેમજ મોનોરેલ પર અસર પડી છે. મુંબઈમાં ચેમ્બુર અને ભક્તિ પાર્ક વચ્ચે મોનોરેલ અચાનક બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરો લગભગ બે કલાક સુધી મોનોરેલમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડ, ક્રેનને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને મોનોરેલના કાચ તોડીને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

મોનોરેલમાં ઘણા મુસાફરો ફસાયા હતા. ઘણા મુસાફરો લગભગ એક કલાક સુધી બંધ મોનોરેલમાં ફસાયા હતા. સ્થાનિક વહીવટી અધિકારીઓ અને ફાયર બ્રિગેડના વાહનો તેમની મદદ માટે તાત્કાલિક પહોંચી ગયા હતા. મદદ માટે ઘટનાસ્થળે ક્રેન પણ તૈનાત કરવામાં આવી હતી.અને મુસાફરોને મોનોરેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દરમિયાન દરવાજા બંધ હોવાથી મુસાફરોને બંધ મોનોરેલમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ મુસાફરોએ કાચ તોડીને બહાર નીકળ્યા. ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ મદદ માટે પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત, એક દરવાજો ખોલી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામા આવ્યા હતા.છે. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમે બધાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.. ઘણા લોકો ડરી ગયા હતા. આ કારણે તેમને એવું લાગ્યું કે તેઓ ગૂંગળામણમાં થાય છે. પરંતુ સાડા ત્રણ કલાકમાં, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામા આવ્તા હતા.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સાથે એક મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી.અને પ્રાથમિક માહિતી આપવામાં આવી રહી છે કે ટેકનિકલ ખામીને કારણે મોનોરેલ બંધ થઈ ગઈ છે. આ મુસાફરો એક કલાકથી વધુ સમયથી મોનોરેલમાં અટવાયા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મોનોરેલ અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ તેની સંપૂર્ણ તપાસ વહીવટીતંત્ર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *