મુંબઈમાં ગણેશ પંડાળમાં વીજળીની સુરક્ષા માટે અદાણી ઈલેક્ટ્રિસિટી અને મહાપાલિકાની ભાગીદારી

Latest News Uncategorized અપરાધ આરોગ્ય

મુંબઈ, 13 ઓગસ્ટ, 2025 – બહુપ્રતિક્ષિત ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અદાણી ઈલેક્ટ્રિસિટીએ મુંબઈમાં ગણેશમંડળના સ્વયંસેવકો માટે મહત્ત્વપૂર્ણ વીજળી સુરક્ષા તાલીમ હાથ ધરવા માટે મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે જોડાણ કર્યું છે. આ સંયુક્ત પ્રયાસનું લક્ષ્ય આગામી તહેવારો દરમિયાન કટોકટીની તૈયારીઓમાં નોંધપાત્ર સુધારણા લાવવાનું અને સંભવિત વીજળીનાં જોખમો ઓછાં કરવાનું છે.

 

આ એકત્રિત પ્રયાસમાં અદાણી ઈલેક્ટ્રિસિટીના સુરક્ષા અધિકારીઓ અને મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મુંબઈભરમાં ગણેશ મંડળના સ્વયંસેવકો માટે શ્રેણીબદ્ધ ‘‘પ્રથમ પ્રતિસાદકર્તા તાલીમ કાર્યક્રમો’’નું આયોજન કર્યું હતું.

 

આગામી સત્રો ખાર, સાંતાક્રુઝ, ચેમ્બુર, દહિસર અને બોરીવલી જેવાં સ્થળો ખાતે યોજાશે. આ સત્રો દરમિયાન અદાણી ઈલેક્ટ્રિસિટીના નિષ્ણાતોએ વીજળીની સુરક્ષા પર મહત્ત્વપૂર્ણ પ્રવચન આપ્યું હતું, જેમાં મહત્ત્વપૂર્ણ જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્ય સ્વયંસેવકોને પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

 

30 મિનિટના સત્ર દરમિયાન અદાણી ઈલેક્ટ્રિસિટીના અધિકારીઓએ શ્રેણીબદ્ધ મહત્ત્વપૂર્ણ વિષયો આવરી લીધા હતા. આમાં જનતા અને સ્વયંસેવકો માટે ખોદકામ સમયે સુરક્ષા, ભારની આવશ્યકતાની યોગ્ય રીતે ગણતરી, અચૂક આકાર અને વર્ગના ઉપકરણનો ઉપયોગ, વોટરપ્રૂફ વિદ્યુત સામગ્રીઓની પસંદગી, વિતરણ કંપનીના જોડાણ માટે યોગ્ય અરજી, હંગામી વિદ્યુત સેટઅપ માર્ગદર્શિકાઓ, વરસાદ અથવા ભીની સ્થિતિઓ માટે સાવચેતીઓ, સુરક્ષિત વાયરિંગ વ્યવહારો અને એકંદર કટોકટી અને ઈલ્યુમિનેશન સુરક્ષાનો સમાવેશ થતો હતો.

 

‘‘અમે સુરક્ષાની સંસ્કૃતિ કેળવવા માટે મજબૂત રીતે કટિબદ્ધ છીએ અને આ મહત્ત્વપૂર્ણ પહેલ પર મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે કામ કરવાની બેહદ ખુશી છે,’’ એમ અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રતિનિધિએ જણાવ્યું હતું. ‘‘અમારું લક્ષ્ય ગણેશ મંડળના સ્વયંસેવકોને વિદ્યુત સેટઅપનું સંરક્ષિત રીતે વ્યવસ્થાપન કરવા માટે જરૂરી જ્ઞાન અને ઉત્તમ વ્યવહારો સાથે સશક્ત બનાવવાનું છે, જેથી આ તહેવાર સર્વ ભક્તો માટે આનંદિત અને દુર્ઘટનામુક્ત બની રહે.’’

 

કુર્લાચા મહારાજા ગણેશ મંડળ, કુર્લા પશ્ચિમના પ્રતિનિધિ શ્રી સમીર પવારે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘‘આ વિદ્યુત સુરક્ષા તાલીમ અમારે માટે અતુલનીય મૂલ્યવાન છે. તહેવાર દરમિયાન ઘણા બધા હંગામી વિદ્યુત ઈન્સ્ટોલેશન્સ સાથે યોગ્ય પ્રક્રિયાઓ અને સાવચેતીઓ રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. અમે આ મહત્ત્વપૂર્ણ જ્ઞાન પૂરું પાડવા માટે મહાપાલિકા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના આભારી છીએ.’’

 

અદાણી ઈલેક્ટ્રિસિટી અન મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સર્વ ગણેશ મંડળોને દરેક માટે સુરક્ષિત અને સફળ ગણેશોત્સવની ખાતરી રાખવા માટે આ મહત્ત્વપૂર્ણ તાલીમ સત્રોમાં સક્રિય રીતે ભાગ લેવા ભારપૂર્વક પ્રોત્સાહન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *