પીજીવીસીએલની ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ગ્રામ્ય અને સીટી-૨ ડિવિઝનના વરતેજ, વલ્લભીપુર, સણોસરા, સિહોર શહેર અને ગ્રામ્ય તથા મામસા સબ ડિવિજન હેઠળના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની કુલ ૫૭ ટીમો દ્વારા ૪૯૯ રહેણાંકી, ૨૧ વાણિજ્ય અને ૧ હંગામી મળી કુલ ૫૨૫ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૯ રહેણાંકી, ૬ વાણિજ્ય અને ૧ હંગામી મળી કુલ ૧૩૬ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૧.૦૧ કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
136 કનેક્શનોમાંથી રૂ. 1.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ
પીજીવીસીએલ દ્વારા ભાવનગર ગ્રામ્ય અને સીટી-૨ ડિવિઝન હેઠળના ૬ સબ ડિવિઝનના ૧૩૬ કનેક્શનોમાંથી કુલ રૂ.૧.૦૧ કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. પીજીવીસીએલની ૫૭ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
