મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડનુ નુકસાન થશે

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ ખબર નથી અને બ્રિજનુ કામ શરુ થઈ ગયુ છે.

બુધવારે શહેરના  પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની બે કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી.આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ આટલા રુપિયા ખર્ચ કર્યા પછી પણ શહેરમાં ખરાબ રસ્તા અને વરસાદી પાણી ભરાવાને લઈ નારાજગી વ્યકત કરી હતી.અશાંતધારા અંગે પણ રજુઆત કરવામા આવી હતી.એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, સાબરમતી નદીમાં કાંપ ભરાઈ ગયો છે.તેને કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ.પાલડી વોર્ડમાં  અંશાતધારાના કડક અમલ માટે મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરે સંકલનમા રહીને કામગીરી કરવી જોઈએ.એલિસબ્રિજ વિધાનસભા મત વિસ્તારમાં નવા બે બ્રિજ બની રહયા હોવા છતાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જાણ ના હોય આ સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી કે,હવેથી ધારાસભ્યના સંકલનમા રહીને કામગીરી કરવામા આવશે.વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે તેમના મત વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા નિયમનની યોગ્ય વ્યવસ્થા કરવા તથા જે કામો હાલ ચાલી રહયા છે તે ઝડપી બનાવવા અંગે રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *