ભારત પર સૌથી ઓછો ટેરિફ લગાવશે અમેરિકા?

Latest News ગુજરાત દેશ

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હાલ ચર્ચાઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. વેપાર કરાર મુદ્દે ભારતીય દળ વોશિંગ્ટન પહોંચ્યું છે. જ્યાં ટેરિફ મુદ્દે સમાધાન પર ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે રિપોર્ટ મળ્યો છે કે, અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ ભારતને પ્રેફરેન્શલ ટેરિફ સુવિધા મળી શકે છે. ટૂંકસમયમાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે.

ટેરિફ મુદ્દે એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા ટ્રેડ ડીલ સંપૂર્ણપણે પ્રેફરેન્શલ અર્થાત તરજીહ નીતિ પર આધારિત છે. પ્રેફરેન્શલ અર્થાત વિયેતનામ જેવા દેશોની તુલનાએ ભારતીય ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ઓછો ટેરિફ લાગુ કરવો. અન્ય દેશની તુલનાએ તેની પ્રોડ્કટ્સ પર ઓછો અથવા ઝીરો સટેરિફ લાદવાની નીતિને પ્રેફરેન્શલ ટેરિફ કહે છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ છે. જો કે, તેનો અમલ 1 ઓગસ્ટથી થવાની સંભાવના છે.

વિશેષ સચિવ અને મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ હાલ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા આ પ્રતિનિધિમંડળ ફરી વોશિંગ્ટન ગયુ છે. જો કે, અમેરિકાએ ભારત સમક્ષ કૃષિ બજાર ખુલ્લુ મુકવાની શરત મૂકી છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, ઓટો સહિતના સેક્ટર્સમાં રાહતો આપવાની માગ કરી છે. આ બંને મુદ્દે ટ્રેડ ડીલ અટવાઈ છે. એવામાં ટ્રમ્પે ફરી પાછો ટેરિફવૉર શરૂ કર્યો છે. તેઓ વિવિધ દેશો પર ટેરિફ મુદ્દે ફેરફાર કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.

હાલમાં ગઈકાલે ગુરૂવારે જ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી કે, અમે ભારત સાથે ડીલ કરવા અંતિમ તબક્કામાં છીએ. ડીલ મુદ્દે સારી વાતચીત ચાલી રહી છે. હાલ ચર્ચા સકારાત્મક ચાલી રહી છે. ટૂંકસમયમાં ડીલ થશે. ભારતમાં ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોને અપેક્ષા છે કે, 1 ઓગસ્ટની સમય મર્યાદા પહેલાં પ્રારંભિક કરાર થશે. અર્થાત એક મિની ટ્રેડ ડીલ નિશ્ચિત છે. જેથી ટેરિફથી થતાં નુકસાનથી બચવામાં મદદ મળશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. જે કુલ નિકાસના 15 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરે છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, 2024-25માં ભારતે અમેરિકાને 86.51 અબજ ડોલરની નિકાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *