સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું….

Latest News અપરાધ કાયદો ગુજરાત

રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદના ત્રણ મિત્રો ફરવા ગયા હતા. રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી સાત કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા. ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા 300 ફૂટ ઊંડી ખાઈમા પટકાયો હતો. મિત્ર ખાઈમાં પટકાતા સાથી મિત્રોએ પોલીસને જાણ આવી હતી. કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલાં બિપિન પટેલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. જે યુવક ને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *