શ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર ‘સ્વતંત્રતા દિવસ ઉજવણી-૨૦૨૫’ નિમિત્તે ૧ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એક ખાસ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ અને ઓફિસો પર સ્વચ્છતા જાગૃતિ અને ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનની શરૂઆત રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીણા દ્વારા તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. શ્રી મીણાએ રેલ્વે કર્મચારીઓને દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે અઠવાડિયામાં ૨ કલાક શ્રમદાન કરવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા હાકલ કરી હતી, જેથી તે સમગ્ર દેશને સ્વચ્છ બનાવવામાં મદદ કરી શકે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિવિઝનલ વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં રેલ્વે ટ્રેક અને તેની આસપાસના વિસ્તારોમાંથી કચરો દૂર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
