સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : પાંચ જુગારીઓ પકડાયા

Latest News Uncategorized અપરાધ આરોગ્ય

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે ગોકુલ નગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.

જામનગરમાં પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાંથી જાહેર ગંજીપાના વડે જુગાર રમી રહેલા યોગેશ જીતુભા ગોહિલ, અમરશીભાઈ કમાભાઈ પરમાર, જગદીશ દેવાભાઈ સોલંકી, લખમણભાઇ સામતભાઈ પરમાર અને લખમણભાઇ રામજીભાઈ કેર સહિત પાંચ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1050 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *