વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે

Latest News કાયદો ગુજરાત દેશ

ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 4 ઓગસ્ત 2025ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે.

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા જાહેર કરાયેલી નોટીસ મુજબ તારીખ 04 ઓગસ્ટ 2025ના રોજ સોમવાર, બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. આ નિર્ણય તારીખ 12-13 જુલાઈ 2025ના રોજ ભારતીય મજદુર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *