હિપેટાઈટિસ ઘાતક બન્યો, સૌથી વધુ મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, એક વર્ષમાં 95ના મોત

Latest News આરોગ્ય ગુજરાત

ગુજરાતમાં હિપેટાઇટિસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. વધારે ચિંતાની વાત એ પણ છે કે, કોરોના બાદ હિપેટાઇટિસ “એ” સંબધિત લિવર ફેઈલ થવાના કેસમાં 5-7 ગણો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત 10-25 વર્ષની વ્યક્તિઓમાં હિપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 474 વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’થી મૃત્યુ થયા છે.

હિપેટાઇટિસ મામલે ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો સેરોપ્રેવલન્સ રેટ છે. દેશભરમાં હિપેટાઇટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે, જ્યારે ગુજરાતમાં તે 1.2 ટકા છે. હિપેટાઇટિસ સીની વાત કરીએ તો નેશનલ સેરોપ્રેવલન્સ રેટ .32 ટકા છે જ્યારે ગુજરાતમાં આ દર 0.19 ટકા છે. હિપેટાઇટિસ બીના મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, દેશની મોટાભાગની વસ્તી સંભવતઃ હિપેટાઇટિસ બીની બીમારી સાથે જીવી રહી છે અને ઘણીવાર તેમને પોતાની સ્થિતિ અંગે જાણ પણ હોતી નથી.

લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. પથિક પરીખે જણાવ્યું કે, ‘કોરોના પહેલાના સમયની તુલનામાં હાલ હિપેટાઇટિસ એ સંબંધિત લીવર ફેઈલ થવાના કેસોમાં ઓછામાં ઓછો  5.7 ગણો વધારો નોંધાયો છે. હિપેટાઇટિસ ‘એ’ વાઈરસ એક સમયે હળવો માનવમાં આવતો હતો, જે હવે વધુ આક્રમક જોવાઈ રહ્યો છે અને તેના ગંભીર પરિણામો આવે છે. ઘણાં દદીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે. કેટલાંક કેસમાં વાઈરસથી વિવિધ અંગો ફેલ થવા અને આખરે મૃત્યુ તરફ દોરી જાય છે.’

ઈન્ફ્લેમેશનનો એક પ્રકાર છે. જે દૂષિત ભોજન, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. તેના લક્ષણોમાં ખૂબજ થાક અને નબળાઈ, અચાનક ઉબકા અને ઉલટી, ઝાડા, પેટામાં દુ:ખાવો અથવા બેચેની, ભૂખ ન લાગવી, સામાન્ય તાવ, ગાઢ રંગનો પેશાબ, સાંધામાં દુ:ખાવો, ત્વચા અને તમારી આંખોનો સફેદ ભાગ પીળો પડવો (કમળો) સામેલ છે.

હિપેટાઇટિસ ‘એ’ મુખ્યત્ત્વે અપૂરતી સ્વચ્છતાને કારણે થાય છે તેમજ ચોમાસામાં ભોજન તેના કેસો વધી જાય છે. તે દૂષિત અથવા પાણી પીવાથી ફેલાઈ શકે છે. હેપેટાઇટિસ એની ઓળખ એક સામાન્ય બ્લડ ટેસ્ટથી કરી શકાય છે. જો યોગ્ય રીતે અને સમયસર સારવાર ન કરાય તો કમળામાંથી હિપેટાઈટિસ થવાની સંભાવના છે. હિપેટાઈટિસના લીધે લીવર ફેલ્યોરની સંભાવના 1થી 2 ટકા જેટલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *