પ્રતિબંધિત જમીન પર ખાનગી જમીનદારોએ ગેરકાયદે રિટેઈનિંગ વોલ બનાવી દેતા વિશ્વામિત્રી નદી સંાકડી થવાથી વડોદરામાં કાયમી પૂર આવવાની ભીતિ વ્યક્ત કરી વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરાઈ છે.
સમિતિની રજૂઆત મુજબ, વર્ષ ૨૦૨૪માં વડોદરામાં બે વખત પૂરના પાણીથી નાગરિકોના જાનમાલને નુકસાન પહોંચ્યું હતું. એ પછી મ્યુનિ.કોર્પોરેશને વિશ્વામિત્રી નદીની સફાઈ, ઊંડાઈ અને પહોળાઈ માટે રૃા.૧૦૦ કરોડ ખર્ચ્યા છે.
વધુમાં જણાવાયું છે કે મ્યુનિ.કોર્પોરેશનના હોદ્દેદારોએ નદીની વેમાલીના પ્રતિબંધિત વિસ્તાર-૧ના ઝોનફેર કરતા નદી તટમાં ગેરકાયદે પુરાણ થઈ નદીના પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે.કેટલાક લોકોએ તોતિંગ ગેબિયન વોલ બનાવી નદીને નાળા જેવી બનાવી નાખી છે. હરણી વિસ્તારમાં નદીના તટે દીવાલ ઊભી કરી શાળાનું નિર્માણ કરી દેવાયું છે.
આ ગેરકાયદે દબાણોથી ચોમાસામાં પૂરની સંભાવના છે. છેલ્લા ૫૦ વર્ષમાં પૂરના પાણીના લેવલને અનુસરી ગેબિયન વોલ દૂર કરવી જોઈએ, પ્રતિબંધિત વિસ્તાર-૧માંથી રહેણાંકમાં ઝોનફેરની પ્રક્રિયા બંધ કરાવી તેમજ પ્રતિબંધિત વિસ્તાર -૧ની ૫૦ લાખ ચોરસ ફૂટ જમીનનો ખોટી રીતે રહેણાંક ઝોનફેર કરાયો હોઈ તેને ફરી મૂળ ઝોનમાં કરવા માગ કરાઈ છે.
ડેપ્યુટી ટીડીઓ શૈલેષ પ્રજાપતિએ કહ્યું કે વેમાલી વિસ્તારમાં કોઈ વ્યક્તિ દ્વારા નદી કિનારે ગેબિયન વોલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે ટાઉન પ્લાનિંગ વિભાગે તપાસ શરૃ કરી છે. નદી કિનારે ૩૦ મીટરનું માર્જિન રાખીને જ બાંધકામની પરવાનગી આપવામાં
વેમાલી ગામે ગેલેક્સી ત્રણ રસ્તાથી તળાવ સુધી 1 કિલોમીટર નવી વરસાદી કાંસ નાખવામાં આવી છે. જોકે, સામાજિક કાર્યકર કમલેશ પરમારે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. રોડની વચ્ચોવચ કાંસ બનાવાતા વરસાદી પાણી ભરાશે અને સિમેન્ટના ઢાંકણા તૂટવા માંડ્યા છે. અધિકારીઓની બેદરકારીથી ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળ્યાનો આક્ષેપ કરાયો છે.
વેમાલી ગામ ખાતે ગેલેક્સી ત્રણ રસ્તાથી વેમાલી તળાવ સુધી એક કિલોમીટર લાંબી નવી વરસાદી કાંસ નાખવામાં આવી છે. જોકે, આ કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.
સામાજિક કાર્યકર કમલેશ પરમારનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલો કાંસ ઉપયોગી નિવડે તેવું આયોજન કરાયું નથી. રોડની વચ્ચોવચ વરસાદી કાંસ નાખવામાં આવતાં વરસાદી પાણી સરળતાથી કાંસમાં જશે નહીં અને માર્ગની બંને તરફ પાણીનો ભરાવો થશે. અધિકારીઓની આયોજન અને દેખરેખમાં રહેલી ખામીઓને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વધુમાં ઉમેર્યું કે માર્ગની વચ્ચોવચ બનાવવામાં આવેલા વરસાદી કાંસ પર લગાવવામાં આવેલા સિમેન્ટના ઢાંકણા વાહનો પસાર થવાથી તૂટવાની શરૃઆત થઈ ગઈ છે. પરિણામે હવે આ ઢાંકણા બદલવા પડશે. આવા કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારતા હોઈ અને અધિકારીઓ દ્વારા ચકાસણી વિના બિલો પાસ કરાતા ભ્રષ્ટાચારને મોકળુ મેદાન મળે છે એવો આક્ષેપ કરાયો છે. આ મામલે આગામી દિવસોમાં સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી કામગીરીની નિષ્પક્ષ તપાસની માગ કરાશે તેવું એમણે કહ્યું છે
