ગોલ્ડ લોન બજારના વિકાસ પાછળ ઘણા કારણો છે. આમાં મોટી લોનનું કદ, ગ્રાહક માંગમાં વાૃધારો અને બેંકો, એનબીએફસી અને વિશિષ્ટ ગોલ્ડ લોન કંપનીઓની વાૃધતી ભાગીદારીનો સમાવેશ થાય છે. ગોલ્ડ લોન હવે ફક્ત કટોકટી માટે લેવામાં આવતી લોન નથી. લોકો તેમની રોજિંદા નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ગોલ્ડ લોન ઝડપથી ઔપચારિક લોન સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી છે.
અહેવાલ મુજબ, સોનાના ભાવમાં વાૃધારો એ ગોલ્ડ લોન બજારના ઝડપી વિકાસનું એક મુખ્ય કારણ છે. જેમ જેમ સોનાના ભાવ વાૃધે છે, તેમ તેમ લોકો સમાન રકમના સોના સામે મોટી રકમ ઉાૃધાર લઈ શકે છે. અભ્યાસ સમયગાળા દરમિયાન, સોનાના ભાવ સૂચકાંકમાં ૧૪૪% નો વાૃધારો થયો છે, જ્યારે સોનાની લોનની મંજૂર રકમમાં ૨૦૦% થી વાૃધુનો વાૃધારો થયો છે.
જે સૂચવે છે કે સોનાના ભાવમાં વાૃધારો થવાથી લોકો માટે લોન મેળવવાનું સરળ બન્યું છે. આ ફેરફાર સરેરાશ લોનના કદમાં પણ પ્રતિબિંબિત થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં ગોલ્ડ લોનનું સરેરાશ ટિકિટ કદ રૂ. ૯૮,૦૦૦ હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૬માં વધીને રૂ. ૧.૯૬ લાખ થયું, એટલે કે ત્રણ વર્ષમાં સરેરાશ લોનની રકમ લગભગ બમણી થઈ ગઈ છે, જે મોટી ગોલ્ડ લોનની માંગને પ્રતિબિંબિત કરે છે.
દક્ષિણ રાજ્યોમાં ગોલ્ડ લોન બજાર વાૃધુ મજબૂત છે. જોકે, ગોલ્ડ લોનનું વિસ્તરણ હવે દક્ષિણ ભારત પૂરતું મર્યાદિત નથી. દેશના અન્ય ભાગોમાં પણ માંગ ઝડપથી વાૃધી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં, ઉત્તર પ્રદેશમાં ગોલ્ડ લોન સોર્સિંગમાં વાર્ષિક ધોરણે ૧૩૮% વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારબાદ પશ્ચિમ બંગાળ ૧૧૨%, રાજસ્થાન ૧૦૫% અને મહારાષ્ટ્રમાં ૧૦૨% વૃદ્ધિ જોવા મળી છે. આ સૂચવે છે કે ગોલ્ડ લોન હવે પરંપરાગત પ્રદેશોથી આગળ વધી રહી છે અને સમગ્ર દેશમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
