સુરેન્દ્રનગરમાં વાહનચાલકો સહિતના લોકોની અવરજવર માટે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ત્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ માર્ગો પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની બૂમરાણો ઊઠી છે.
તો બીજી તરફ લોકોની સુવિધા માટે શહેરમાં રેલવે અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ દિવસ રાત લોકો કરી રહ્યા છે. પરંતુ આ અન્ડરપાસમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવાની વારંવાર મુશ્કેલી સર્જાઇ રહી છે. ત્યારે સોમવારે પડેલા વરસાદના કરાણે આંબેડકર ચોક સામે જ આવેલા રેલવે નાળામાં પાણી ભરાઇ જતા રાતના સમયે આવજા ઉપર પ્રતિબંધ મૂકીને તેમાંથી પાણી કાઢવાની તંત્રે કામગીરી કરાઇ હતી.
પરંતુ આ રસ્તો બંધ થતા રાત્રિના સમયે લોકોને વાહનો લઇને રિવરફ્રન્ટ સહિતના માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો. તો બીજી તરફ રેલવે અન્ડરપાસની અંદર પણ વરસાદી પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો રોષ ફેલાયો હતો. આ અન્ડર પાસમાં વારંવાર ભરાતા પાણીનો કાયમી ઉકેલ આવે તેવી લોકોએ માંગ કરી હતી
