શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી

સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ  કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે. 

શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ  કર્યો હતો. તેણે જણાવ્યું  હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે.  મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન લેવાનો નિર્ણય કર્યો છે. 

શક્તિ કપૂરે વધુમાં કહ્યું હતું કે,  આ અફવા સાવ ખોટી હોવાથી હું સાઇબર  ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું.  અનેક લોકોએ શક્તિ કપૂરને સુદીર્ઘ જીવનની શુભેચ્છા પાઠવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...