જન્માષ્ટમીનો લોકમેળો સાત દિ’ યોજાશે…

Latest News Uncategorized ગુજરાત

ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પ્રતિવર્ષ ભાતીગળ લોકમેળો યોજાય છે.ગોંડલ શહેર ઉપરાંત તાલુકાનાં ગામડા અને કોટડા સાંગાણી,વિંછીયા સહિત વિસ્તારનાં લોકો મેળાનો આનંદ માણતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી નાં તહેવાર માં નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન મેળાકમીટી દ્વારા નક્કી કરાયુ છે.

નગરપાલિકા કચેરી માં કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા નાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક માં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, મેળાકમીટી નાં સદસ્યો ચંદુભાઈ ડાભી,અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઈ પડારીયા,રુષિરાજસિંહ જાડેજા,આસીફભાઈ ઝકરીયા,અશ્ર્વીનભાઇ પાંચાણી,નિલેશભાઈ કાપડીયા અને હંસાબેન માધડ ઉપસ્થિત રહી લોકમેળો તા.14/8 થી તા.20/8 દરમ્યાન સાત દિવસ યોજવાનું નક્કી કરાયુ હતું.જેમાં હાઈસ્કૂલ નાં ગ્રાઉન્ડ ની અપસેટ પ્રાઇઝ રૂ.51 લાખ રખાઇ છે. ઓનલાઇન ટેન્ડર પધ્ધતિ દ્વારા ટેન્ડર ભરી શકાશે.

ઉપરાંત સાત દિવસનાં લોકમેળા માં મેઇન સ્ટેજ પર થી ભજન, ડાયરો, મ્યુઝિકલ શો સહિત રંગારંગ કાર્યક્રમોનું આયોજન નક્કી કરાયુ છે.લોકમેળા અંગે તમામ જવાબદારી મેળાકમીટી ની રહેશે તેવુ ઠરાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *