મુંબઈવાસીઓ વનટિકિટ એપનો ઉપયોગ કરીને મુંબઈની તમામ કાર્યરત મેટ્રો લાઈન માટે ટિકિટ બુક કરાવી શકે છે. , જે મુસાફરીને સરળ અને સ્માર્ટ બનાવશે. મુંબઈમાં મેટ્રોવન, ટૂ, સેવન સહિત અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડાવાય છે, ત્યારે હજુ આગામી વર્ષોમાં વધુ મેટ્રો મુંબઈગરાની સેવામાં ઉપલબ્ધ થશે, ત્યારે
મુંબઈ મેટ્રો વનના જણાવ્યા અનુસાર, જૂન ૨૦૨૫માં મેટ્રો લાઇન 3 માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી આ એપ્લિકેશનને સકારાત્મક પ્રતિસાદ મળતા આ સુધારેલ અને વિસ્તારિત એપ વિકસાવવામાં આવી. આ એપ હવે ઓએનડીસી(ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) નેટવર્ક પર લાઇવ છે અને શહેરમાં કાર્યરત મેટ્રો લાઇનોમાં એકીકૃત ટિકિટિંગ માટે ઉપલબ્ધ છે.
વનટિકિટ એપ ઓએનડીસીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એક જ બુકિંગ પ્લેટફોર્મ હેઠળ વિવિધ મેટ્રો લાઇનને જોડે છે. દહિસરથી બીકેસી સુધી મુસાફરી કરનાર પ્રવાસી હવે એક જ એપ્લિકેશન દ્વારા આખી ટ્રીપ બુક કરાવી શકે છે,
મુંબઈ અને ઉપનગરોમાં મેટ્રો લાઈનો (ચાર મેટ્રો લાઈનો માટે એક ટિકિટ)
૧ ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રો ૧
૨ દહિસર-અંધેરી વેસ્ટ મેટ્રો ૨ એ
૩ દહિસર-ગુંદાવલી મેટ્રો ૭
૪ આરે-આચાર્ય અત્રે ચોક
