વસાઈમાં બંગલામાં લૂંટ કરવા આવેલી ગેંગના ૧૧ સભ્યોની પોલીસે ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના આરોપીઓ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
પોલીસને માહિતી મળી હતી કે મંગળવારે વસઈના એવરશાઇન સિટીમાં રામ રહીમ નગરમાં ૧૦-૧૨ લોકો બંગલામાં લૂંટ કરવા માટે ભેગા થવાના છે.
આ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચ સેલ-૨ (વસાઈ) અને વાલિવ, માણિકપુર અને અચોલે પોલીસ સ્ટેશનના અધિકારીઓની ટીમે છટકું ગોઠવ્યું અને ૧૧ આરોપીઓને પકડી પાડ્યા.
આરોપીઓની શોધખોળ કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની રિવોલ્વર, ચાર કારતૂસ, એક છરી, એક કાતર, એક હથોડી અને મરચાંનો પાવડર મળી આવ્યો હતો.
આરોપીઓની ઓળખ કુમાર વિલાસ સાબલે, ઇબ્રાહુદ્દીન ચૌધરી, કાર્તિક સિંહ, સુરૂપિતસિંહ લબાના, કૈલાશ ચિખલે, વિષ્ણુ ખરાત, સચિન ભાલેરાવ, વિક્રમ હરિજન, રમઝાન કુરેશી, ગણેશ ભોસલે અને ગણેશ જાધવ તરીકે થઈ છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના આરોપીઓ સામે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે.
