મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

મુંબઈના બાન્દ્રા રેલવે ટર્મિનસ પર પોલીસના વેશમાં મલાડના કાપડના વેપારીની ૧૦.૫ લાખની રોકડ પડાવી લેવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

સોમવારે બાન્દ્રા ટર્મિનસ ખાતે મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના ઘટના બની હતી. અંધેરીમાં રહેતા ઝહીર અહમદે તેના સાથીઓ સાથે કાવતરું ઘડીને ફરિયાદી વિકાસ ગુપ્તાને ઈલેક્ટ્રોનિકની વસ્તુઓની આયાતના વ્યવસાય માટે સોમવારની સાંજે ગુપ્તાને ૧૦.૫ લાખ રૂપિયા લઈને બાન્દ્રા ટર્મિનસ બોલાવ્યો હતો.

બાન્દ્રા ટર્મિનસ પર પોલીસના સ્વાંગમાં બે આરોપી નીલેશ દીપક કળસુલકર (૪૫) અને પ્રવીણ વેદનાથ શુક્લા (૩૨) ગુપ્તાને મળ્યા હતા. બન્ને જણે ગુપ્તા પાસેની બૅગ બાબતે તેની પૂછપરછ કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર પોતે મલાડમાં કપડાંની દુકાન ધરાવતો હોવાથી કપડાં ખરીદવા માટે તે ગુજરાત જઈ રહ્યો હોવાનું ગુપ્તાએ કહ્યું હતું. કપડાં ખરીદવાની રકમ બૅગમાં હોવાનો દાવો તેણે કર્યો હતો.

બૅગમાંની રોકડને લઈ બન્ને જણે ગુપ્તાને ધમકાવવા માંડ્યો હતો, જેને કારણે ગુપ્તા ડરી ગયો હતો. પછી બન્ને રોકડ ભરેલી બૅગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ પ્રકરણે ગુપ્તાએ બાન્દ્રા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાન્દ્રા ટર્મિનસ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે નીલેશ અને પ્રવીણને પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછમાં મહિલા અધિકારીની ભૂમિકા સામે આવી હતી.બાન્દ્રા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર વિજયા નીલકંઠ ઈંગવલેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ગુનામાં મહિલા અધિકારીની સંડોવણી સામે આવતાં રેલવેના પોલીસ કમિશનરે બાન્દ્રા રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *