પાણીગેટમાં દારૂનો નશો કરીને રાયફલ સાથે ફરજ બજાવતો એસઆરપી જવાન ઝડપાયો

Latest News અપરાધ કાયદો ગુજરાત

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગથી માંડીને વાહન ચેકિંગને કાર્યવાહી કરવામાં આવે છે તેવા સંજોગોમાં સંવેદનશીલ વિસ્તારમાં જ એસઆરપીનો જવાન દારૂના નશામાં ઝડપાયો હતો.

શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ મુસ્લિમ મેડિકલ સેન્ટર નજીક એસઆરપી ચોકી ખાતે એસઆરપી જવાન સબુરભાઈ ગમાભાઈ પરમાર (રહે-ગામ સીમળીયા બુજર્ગ, તાલુકો-ગરબાડા, જિલ્લો-દાહોદ)ને નોકરી શોપવામાં આવી હતી.

રાઇફલ અને જીવતા કારતુસ સાથે ફરજ બજાવતો એસઆરપી જવાન એસીપીના ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગયો હતો. જેથી એસીપીના ગનમેન દ્વારા આ એસઆરપી જવાનને પકડીને પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે. તેમજ તેની પાસેથી રાયફલ તથા 20 જીવતા કારતૂસ લઈને સિનિયર પીએસઆઇને અધિકારીની હાજરીમાં સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *