બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

Latest News અપરાધ આરોગ્ય કાયદો

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત 2 - image

બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યાનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો કાસગંજથી જાહરવીર(ગોગાજી)ના દર્શને ગોગામેડી રાજસ્થાન જઈ રહ્યા હતા. એ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. બુલંદશહેર ગ્રામીણ એસ.પી. ડૉ. તેજવીર સિંહે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે ઘટાલ ગામ નજીક એક ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી બેફામ આવતી કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *