આ વર્ષે જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ એક જ દિવસે આવી રહ્યા છ, તે પ્રસંગે, ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત શ્રી જયેશ રાઠોડ દ્વારા સંકલિત ‘કૃષ્ણની સ્વતંત્રતા વાતો’ નામની પુસ્તિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય લોકોમાં ‘સાચી સ્વતંત્રતા’નો સંદેશ ફેલાવવાનો હતો. જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ, મુંબઈના જુહુ ખાતે શ્રી રાઠોડના નિવાસસ્થાને આયોજિત ખાસ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના આ શુભ પ્રસંગે, ડરબનમાં રહેતા ભારતીય મૂળના યુવા કલાકાર વિશાલ મોતીલાલ દ્વારા બનાવેલ શ્રીનાથજીના એક ભવ્ય ચિત્રનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
